Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMCમાં વિવાદિત ઉમેદવાર પર મહેરબાની?:પાર્ક્સ એન્ડ ગાર્ડન ડાયરેક્ટરની ભરતીમાં 1.5 વર્ષથી વિલંબ, નિર્ણય વધુ 10 દિવસ લંબાયો

    15 hours ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગમાં ડાયરેક્ટરની મહત્વની ખાલી જગ્યા ભરવા મામલે છેલ્લા 1.5 વર્ષથી વિવાદ અને વિલંબનો દોર યથાવત રહ્યો છે. ઈન્ટરવ્યૂમાં પ્રથમ ક્રમે સિલેક્ટ થયેલા ઉમેદવાર સામે ગંભીર ગુનાહિત કેસો પેન્ડિંગ હોવા છતાં, મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના શાસકો ચોક્કસ ઉમેદવારના કોર્ટ કેસના નિકાલની રાહ જોઈને નિર્ણય અટકાવી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્ટાફ સિલેક્શન કમિટીની બેઠકમાં પણ આ નિમણૂકની દરખાસ્ત પર આખરી મહોર મારવાને બદલે વધુ 10 દિવસ માટે પેન્ડિંગ રાખવામાં આવી છે. 2024ની ભરતીમાં પ્રથમ ક્રમે આવેલા ઉમેદવાર સામે ગંભીર ક્રિમિનલ રેકોર્ડ મળતી વિગતો અનુસાર, વર્ષ 2024 માં AMC દ્વારા ડાયરેક્ટર ઓફ પાર્ક્સ એન્ડ ગાર્ડનની જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં અંતિમ 3 ઉમેદવારો શોર્ટલિસ્ટ થયા હતા, જેમાં કેયુરકુમાર કિરીટકુમાર ગોહિલ પ્રથમ ક્રમે રહ્યા હતા. જોકે તેમની સામે મહિલા છેડતી, એટ્રોસિટી અને દારૂ પીવા સહિતના ગંભીર ગુનાહિત કેસો નોંધાયેલા હોવાનું સામે આવતાં વિવાદ સર્જાયો હતો. એક તરફ આવા વિવાદાસ્પદ ઉમેદવાર સામે વાંધો હોવા છતાં સમગ્ર દરખાસ્ત રદ કરી નવી ભરતી પ્રક્રિયા કરવાને બદલે તેમને જ ગોઠવવા માટે તંત્ર સમય લંબાવી રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ભાવનગર મનપામાં પણ વિવાદોમાં રહ્યા હતા સૂત્રોના જણાવ્યા અનુસાર, કેયુર ગોહિલ અગાઉ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન એક અનુસૂચિત જાતિની મહિલા કર્મચારી સાથે જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલવા, છેડતી કરવા અને મારામારી કરવા બદલ તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેના પગલે તેમની તાત્કાલિક બદલી પણ કરવામાં આવી હતી. આ પ્રકારનો ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવા છતાં AMC માં તેમની પસંદગી કરવા પાછળ ભારે આશ્ચર્ય વ્યક્ત થઈ રહ્યું છે. અગાઉની કમિટીએ દરખાસ્ત પરત મોકલી હતી ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ જ્યારે આ દરખાસ્ત રજૂ કરાઈ ત્યારે તત્કાલીન મેયર પ્રતિભા જૈને સ્ટાફ સિલેક્શન કમિટીની નોંધના આધારે તેને પરત મોકલી દીધી હતી. કમિટીએ નોંધ્યું હતું કે આવા ગંભીર રેકોર્ડ ધરાવતા ઉમેદવારની ભલામણ કમિશનર કક્ષાએથી થવી યોગ્ય નથી. આમ છતાં ફરીથી આ જ દરખાસ્ત મેયર હિતેશ બારોટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. મેયરે સમગ્ર દરખાસ્તનો અભ્યાસ કરવાની વાત કરી આગામી કમિટી બેઠક સુધી એટલે કે વધુ 10 દિવસ માટે નિર્ણય મુલતવી રાખ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રક્ષાબંધનને લઈને બજારોમાં કીડિયારું ઉભરાયું:રાખડીની ખરીદી માટે ભારે ભીડ ઉમટી, મીઠાઈની દુકાનો બહાર લાંબી-લાંબી લાઈનો લાગી
    Next Article
    ગોંડલ-હિરાસર ગ્રીનફીલ્ડ સિક્સલેનનો વિવાદ વધ્યો:મઘરવાડા, ગઢકાના ખેડૂતોએ જમીન કપાત સામે વિરોધ નોંધાવ્યો, વિવિધ માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment