Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોંડલ-હિરાસર ગ્રીનફીલ્ડ સિક્સલેનનો વિવાદ વધ્યો:મઘરવાડા, ગઢકાના ખેડૂતોએ જમીન કપાત સામે વિરોધ નોંધાવ્યો, વિવિધ માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરાઈ

    17 hours ago

    રાજકોટના ગોંડલથી હિરાસર સુધીના ગ્રીનફીલ્ડ સિક્સલેનનો વિવાદ વધ્યો છે. અગાઉ અણિયારા બાદ આજે મઘરવાડા અને ગઢકા ગામના ગ્રામજનો કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને 300 થી વધુ ખેડૂતોની 400 વિઘાથી વધુ જમીન કપાતમાં આવતી હોવાથી વિરોધ નોંધાવ્યો હતો. કલેક્ટર મારફત સરકાર સમક્ષ સરકારી ખરાબામાંની જમીન પર સિક્સલેન બનાવવામાં આવે અથવા જો જમીન ફરજિયાત કપાય તેમ હોય તો માર્કેટ રેટ કમિટીની રચના કરી તેમાં નક્કી થયા મૂજબ ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. સરકારી ખરાબાની જમીનમાંથી હાઈવે બનાવવામાં આવે: ખેડૂત રાજકોટના મઘરવાડા ગામડા ખેડૂત લાલજી ટોપીયાએ જણાવ્યું હતું કે, રામપર બેટી ગામથી ભરૂડી ટોલનાકા સુધી સિકસલેન હાઇવે નિકળે છે જેમાં આ ગામના 50 થી વધુ ખેડૂતોની જમીનો કપાતમાં જાય છે. જે બધી જ જમીન ફળદ્રુપ છે. અમારી મુખ્ય રજૂઆત એ છે કે, ખેતીને બદલે સરકારી ખરાબાની જમીનમાંથી હાઈવે બનાવવામાં આવે તો ખેડૂતોને ખૂબ જ ઓછું નુકસાન થાય તેમ છે. 'એલાઈમેન્ટમાં ફેરફાર કરાઈ તો ખેડૂતોની જમીન બચી જાય' આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, અહીં મોટાભાગના ખેડૂતો માટે ખેતી એ આજીવિકાનું સાધન છે. જમીન કપાતથી ખેડૂતોની જમીનો બે ટૂકડામાં વેંચાઈ જાય તેમ છે. જેથી જે જમીન વધે છે તે ખેતીલાયક જમીન રહેતી નથી. જો એલાઈમેન્ટમાં ફેરફાર કરવામાં આવે તો ખેડૂતોની જમીન બચી જાય અને સરકારને પણ ઓછું વળતર ચૂકવવું પડે. જો આમ ન થઈ શકે તો ખેડૂતોને હાલના બજાર ભાવ પ્રમાણે યોગ્ય વળતર આપવામાં આવે. જેથી ખેડૂત અન્ય જગ્યાએ જમીન ખરીદી શકે. આ ગામમાંથી અંદાજે 170 વિઘા જમીન કપાતમાં છે. જો સરકાર આ બાબતે કોઈ નિર્ણય નહીં લે તો અમારે નાછૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે. આ હાઈવેની જરૂરિયાત છે કે કેમ ? તેની તપાસ કરાઈ: ખેડૂત ગઢકાના અમિત બારસિયાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા તપાસ કરવામાં આવે કે આ હાઈવેની જરૂરિયાત છે કે કેમ ? કારણ કે બાજુમાં જ રૂડા દ્વારા નવો 300 મીટરનો રીંગ રોડ બનાવવામાં આવ્યો છે. જો હાઈવે બનાવવાની જરૂરિયાત હોય તો સરકારના સૌનો સાથ અને સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરતા ખેડૂતોનો વિકાસ થાય તે જરૂરી છે. અમારી માંગણી છે કે માર્કેટ રેટ કમિટીની રચના કરવામાં આવે અને તેમના દ્વારા જે ભલામણ દરો જાહેર કરવામાં આવે તે મૂજબ વળતર આપવામાં આવે. અહીં 270 ખેડૂતો છે અને તેમની 230 વિઘા જેટલી જમીન છે. જેથી સરકાર દ્વારા રિ સર્વે કરાવવામાં આવે અને સિક્સ લેન માટે સરકારી ખરાબાની જમીનનો ઉપયોગ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.
    Click here to Read More
    Previous Article
    AMCમાં વિવાદિત ઉમેદવાર પર મહેરબાની?:પાર્ક્સ એન્ડ ગાર્ડન ડાયરેક્ટરની ભરતીમાં 1.5 વર્ષથી વિલંબ, નિર્ણય વધુ 10 દિવસ લંબાયો
    Next Article
    क्या ये वही शाह हैं जिनसे लोग घबराते थे, ख़ुद घबराए से लगते हैं, विक्टिम कार्ड का सहारा लेना पड़ गया

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment