Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદ કોલેજમાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ:સંસ્કૃત સપ્તાહ અંતર્ગત વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિનો સંદેશ આપ્યો

    14 hours ago

    આણંદની ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ.બી. પટેલ સાયન્સ કોલેજમાં સંસ્કૃત સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત "સંસ્કૃત ગૌરવ યાત્રા"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સંસ્કૃત ભાષાનો પ્રચાર-પ્રસાર તેમજ ભારતીય સંસ્કૃતિ અને સમૃદ્ધ ભારતીય જ્ઞાન પરંપરાનું સંવર્ધન કરવાનો હતો. આ કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. જે.ડી. પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. ફિઝિક્સ વિભાગના એસોસિયેટ પ્રોફેસર પી.એમ. દવે, ગણિત વિભાગના વડા ધર્મેશ એચ. પટેલ, કોમ્પ્યુટર સાયન્સ વિભાગના વડા એસ.જે. માંડવિયા, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના નોડલ ઓફિસર ડૉ. પૂર્વા દેસાઈ અને અન્ય સ્ટાફ સભ્યોએ આયોજનમાં સહયોગ આપ્યો હતો. ગૌરવ યાત્રામાં કોલેજના વિદ્યાર્થીઓ, એન.સી.સી. અને એન.એસ.એસ.ના કેડેટ્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ટી.વાય. બી.એસસી. (કેમિસ્ટ્રી)ના વિદ્યાર્થી પ્રણવ વાઘેલાએ સુંદર સંસ્કૃત પ્રાર્થના રજૂ કરી હતી. ત્યારબાદ ટી.વાય. બી.એસસી. (કોમ્પ્યુટર સાયન્સ)ના વિદ્યાર્થી મિત પરમારે વિદ્યાર્થીઓ પાસે સંસ્કૃત સૂત્રોચ્ચાર કરાવ્યો હતો, જેનાથી વાતાવરણ સંસ્કૃતમય બની ગયું હતું. યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષાનું મહત્ત્વ, ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અને પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરાનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીઓએ સંસ્કૃત સૂત્રોચ્ચાર કરીને ભાષા પ્રત્યેનો પ્રેમ અને ગૌરવ વ્યક્ત કર્યું હતું. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે ગૌરવભાવ, ભારતીય સંસ્કૃતિ પ્રત્યે આદર અને આપણી પ્રાચીન જ્ઞાન પરંપરા પ્રત્યે જાગૃતિનું નિર્માણ કરવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો.
    Click here to Read More
    Previous Article
    પાટણની શાળામાં વિદ્યાર્થીઓએ ઇકો-ફ્રેન્ડલી રાખડીઓ બનાવી:ભારતીય સંસ્કૃતિ, સ્વદેશી ભાવના અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાયો
    Next Article
    હિંમતનગરમાં પ્રફુલ પટેલના જન્મદિવસ નિમિત્તે રોપા વિતરણ:કેસર કેરી સહિત 11 હજાર ફળાઉ છોડ અપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment