Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં પ્રફુલ પટેલના જન્મદિવસ નિમિત્તે રોપા વિતરણ:કેસર કેરી સહિત 11 હજાર ફળાઉ છોડ અપાયા

    15 hours ago

    હિંમતનગરમાં દીવ-દમણ, દાદરા અને નગરહવેલી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલના જન્મદિવસ નિમિત્તે કેસર કેરી સહિત 11 હજાર ફળાઉ વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ધારાસભ્ય વી.ડી. ઝાલાની કાર્યાલય ખાતે યોજાયો હતો. કેનાલ ફ્રન્ટ પર આયોજિત આ કાર્યક્રમમાં કેસર આંબા સહિત વિવિધ ફળાઉ વૃક્ષોના કુલ 11 હજાર છોડનું વિતરણ કરાયું હતું. હિંમતનગર તાલુકાના વિવિધ ગામોના સરપંચો, ભાજપ સંગઠનના આગેવાનો અને કાર્યકરોને આ ફળ આપતા વૃક્ષોના છોડ આપવામાં આવ્યા હતા. વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણનું જતન થાય અને હરિયાળી વધે તેવા સંદેશ સાથે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, શામળાજી મંદિર ટ્રસ્ટના સિદ્ધાર્થભાઈ પટેલ, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલ, હિંમતનગર નાગરિક સહકારી બેન્કના પૂર્વ ચેરમેન અને ડિરેક્ટર હિરેન ગોર, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, અશ્વિન કોટવાલ અને મણીભાઈ વાઘેલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ પ્રફુલ પટેલને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    આણંદ કોલેજમાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ:સંસ્કૃત સપ્તાહ અંતર્ગત વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિનો સંદેશ આપ્યો
    Next Article
    SPU કાયદા વિભાગે ઓરિએન્ટેશન અને લીગલ અવેરનેસ પ્રોગ્રામ યોજ્યો:કુલપતિએ વિદ્યાર્થીઓને કાયદાશાસ્ત્ર અને નૈતિક મૂલ્યોનું મહત્વ સમજાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment