Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણની શાળામાં વિદ્યાર્થીઓએ ઇકો-ફ્રેન્ડલી રાખડીઓ બનાવી:ભારતીય સંસ્કૃતિ, સ્વદેશી ભાવના અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાયો

    13 hours ago

    પાટણની એન.જી. પટેલ (એમ.એન.) પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. આ વર્ષે ઉજવણી ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ પૂરતી સીમિત ન રાખીને ભારતીય સંસ્કૃતિ, સ્વદેશી ભાવના અને પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે જોડવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓએ પોતાના હાથે ઇકો-ફ્રેન્ડલી રાખડીઓ બનાવી હતી, જે સમગ્ર પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. શાળાના ઉત્સાહી વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિક કે ચાઇનીઝ મટીરીયલનો બહિષ્કાર કરીને અનાજ, કઠોળ, કપાસ, ફૂલો, વૃક્ષના પાંદડાં અને સુતરના દોરા જેવી કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને સુંદર પર્યાવરણ પ્રેમી (ઇકો-ફ્રેન્ડલી) રાખડીઓ બનાવી હતી. આ પ્રવૃત્તિ દ્વારા બજાર આધારિત ચીજોના સ્થાને સ્થાનિક સંસાધનો અને સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ રાખડીઓનો ઉપયોગ કરીને જ શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. રક્ષાબંધન ભાઈ-બહેનના નિર્મળ પ્રેમ, શૌર્ય, સૌજન્ય અને સાહસનું પ્રતિક છે. તેમાં રહેલી ધર્મ ભાવના, કર્તવ્ય પરાયણતા અને હૃદયની વિશાળતા તેને અત્યંત આદરણીય અને પાવનકારી બનાવે છે. ભારતીય તહેવારોની પરંપરાને ભારતના ભાવિ નાગરિકો જાણે અને સમજે તેમજ તેના મહત્વ વિશે પણ સમજણ કેળવે તે હેતુથી શાળામાં આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણીના ભાગરૂપે શાળાના તમામ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શાળાના પ્રાંગણમાં અને પ્રાર્થના હોલમાં વિદ્યાર્થીઓને એકત્રિત કરવામાં આવ્યા હતા, જ્યાં વિદ્યાર્થીનીઓએ પોતાના ભાઈઓના લલાટ પર કુમકુમ તિલક કરી તેમના હાથ પર સુંદર રાખડી બાંધી અને ચોકલેટથી મોં મીઠું કરાવ્યું. ભાઈઓએ પણ બહેનોનું રક્ષણ કરવાનું વચન આપ્યું અને બહેનોને વિવિધ સુંદર ભેટ પણ આપી હતી. આ શુભ પ્રસંગે શાળાના આચાર્ય વસંતભાઈ પટેલે બાળકોને વિવિધ પૌરાણિક કથાઓ દ્વારા રક્ષાબંધન પર્વ વિશે સુંદર વક્તવ્ય આપ્યું હતું. તેમણે શાળા પરિવાર તરફથી સૌને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. કાર્યક્રમના અંતે, શાળાના શિક્ષક ખેતનભાઈ મોદીએ આભારવિધિ કરી. તેમણે આચાર્ય વસંતભાઈ પટેલ, કાર્યક્રમનું આયોજન કરનાર અંકિતાબેન પટેલ અને પ્રિયંકાબેન પટેલ, ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકગણ અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગદાન આપનાર સૌનો આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ઉનાના રામપરાની સીમમાં સિંહણનો કોહવાયેલો મૃતદેહ મળ્યો:મોઢા અને પાછળના ભાગે ગંભીર ઈજાના નિશાન, નર સિંહ સાથે ઇનફાઇટની શક્યતા
    Next Article
    આણંદ કોલેજમાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ:સંસ્કૃત સપ્તાહ અંતર્ગત વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિનો સંદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment