Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉનાના રામપરાની સીમમાં સિંહણનો કોહવાયેલો મૃતદેહ મળ્યો:મોઢા અને પાછળના ભાગે ગંભીર ઈજાના નિશાન, નર સિંહ સાથે ઇનફાઇટની શક્યતા

    12 hours ago

    ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની અવરજવર વધી રહી છે ત્યારે રામપરા ગામની સીમમાંથી ગુરુવારે બપોરે આશરે 5થી 9 વર્ષની સિંહણનો અત્યંત કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા વનવિભાગમાં દોડધામ મચી હતી. સ્થાનિક સરપંચને ઘટનાની જાણ થતાં તેમણે તાત્કાલિક જસાધાર વનવિભાગને જાણ કરી હતી. માહિતી મળતાં જ વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનું નિરીક્ષણ હાથ ધર્યું હતું. જીવાત પડી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો પ્રાથમિક તપાસ દરમિયાન સિંહણના શરીર પર જીવાત પડી ગયેલી જોવા મળી હતી. ખાસ કરીને પાછળના ભાગે તેમજ પાછળના પગના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા. મૃતદેહની હાલત અત્યંત કોહવાયેલી હોવાથી તે કેટલા સમયથી ત્યાં પડેલો હતો તે અંગે સ્થાનિક સ્તરે ચર્ચા શરૂ થઈ હતી. જોકે, વનવિભાગના જણાવ્યા મુજબ મૃતદેહ એકાદ દિવસ જૂનો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. નર સિંહ સાથે ઇનફાઇટની શક્યતા વનવિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ રામપરા ગામની સીમમાં એક નર સિંહની પણ અવરજવર રહે છે. સિંહણના પાછળના ભાગે ગંભીર ઈજાઓ મળી આવતાં સિંહ અને સિંહણ વચ્ચે ઇનફાઇટ થઈ હોવાની શક્યતા પ્રાથમિક રીતે વ્યક્ત કરવામાં આવી છે. જોકે, સિંહણના મોતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. વનવિભાગ દ્વારા ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારમાં સ્કેનિંગ શરૂ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની વધતી અવરજવર ચિંતાનો વિષય ઉના પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની અવરજવર સતત વધી રહી છે. થોડા દિવસ અગાઉ ધોકડવાની સીમમાં કૂવામાં સિંહનું મોત થયું હતું. જ્યારે નાના સમઢિયાળામાં કૂવામાં પડેલા સિંહને વનવિભાગની ટીમે સમયસર રેસ્ક્યૂ કર્યો હતો. હવે રામપરાની સીમમાંથી સિંહણનો મૃતદેહ મળી આવતા ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની હિલચાલ અને વનવિભાગના પેટ્રોલિંગને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલુ હાલમાં વનવિભાગ દ્વારા સિંહણના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઇજાઓ ઇનફાઇટના કારણે થઈ હતી કે અન્ય કોઈ કારણસર સિંહણનું મોત થયું છે તે અંગે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ પાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત શરૂ:લાંબા સમયથી વેરો ન ભરનારાની યાદી તૈયાર કરાઈ, નળ કનેક્શન કાપવા સહિતની કાર્યવાહી કરાશે
    Next Article
    પાટણની શાળામાં વિદ્યાર્થીઓએ ઇકો-ફ્રેન્ડલી રાખડીઓ બનાવી:ભારતીય સંસ્કૃતિ, સ્વદેશી ભાવના અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment