Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ પાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત શરૂ:લાંબા સમયથી વેરો ન ભરનારાની યાદી તૈયાર કરાઈ, નળ કનેક્શન કાપવા સહિતની કાર્યવાહી કરાશે

    11 घंटे पहले

    ભરૂચ નગરપાલિકાએ બાકી વેરાની વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં પ્રાથમિક સુવિધાઓ જાળવી રાખવા અને નગરપાલિકાના રોજિંદા વહીવટી ખર્ચ માટે પૂરતું ભંડોળ ઉપલબ્ધ રહે તે હેતુથી પાલિકા તંત્રએ તમામ પ્રકારના બાકી વેરા અને વ્યવસાય વેરો સમયસર ભરપાઈ કરવા તાકીદ કરી છે. પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે, પાલિકાની સ્વભંડોળની આવકમાં વેરાની આવકનો મોટો હિસ્સો છે. સ્ટ્રીટ લાઈટના બિલ, વાહનોના ડીઝલ ખર્ચ, આઉટસોર્સિંગ અને નિયમિત કર્મચારીઓના પેન્શન જેવા ખર્ચાઓ સ્વભંડોળમાંથી કરવામાં આવે છે. ચાલુ વર્ષના વેરાની 90 ટકા વસૂલાત થઈ છે, પરંતુ અગાઉના વર્ષોની મોટી બાકી રકમને કારણે પાલિકાના ભંડોળ પર સીધી અસર પડી રહી છે. પાલિકાની ટેક્સ શાખાએ સક્ષમ હોવા છતાં લાંબા સમયથી વેરો ન ભરતા મોટા બાકીદારોની યાદી તૈયાર કરી છે. તેમની સામે વોરંટ બજવણીની કાર્યવાહી શરૂ કરાઈ છે. આ ઉપરાંત, રહેણાક વિસ્તારોમાં લાંબા સમયથી વેરો બાકી રાખનારા સામે નળ કનેક્શન કાપવા સહિતની દંડાત્મક કાર્યવાહી પણ હાથ ધરાશે. પાલિકાની હદમાં આવેલી દુકાનો, હોટલો, પ્રાઇવેટ બેંકો, શાળાઓ, ક્લાસીસ, કેબલ ઓપરેટરો, વીમા એજન્ટો, આર્કિટેક્ટ, એન્જિનિયર, એકાઉન્ટન્ટ, સોલિસિટર, નોટરી અને આંગડિયા પેઢી સહિતના તમામ ધંધાદારીઓએ વર્ષ 2026નો બાકી વ્યવસાય વેરો 30 સપ્ટેમ્બર, 2026 સુધીમાં નગરપાલિકા કચેરી ખાતે જમા કરાવવાનો રહેશે. નિયત સમયમર્યાદામાં વ્યવસાય વેરો નહીં ભરનાર પાસેથી ગુજરાત રાજ્ય વ્યવસાય, વેપાર ધંધા અને રોજગાર વેરા અધિનિયમ-1976ની કલમ-9 મુજબ વાર્ષિક 18 ટકા (માસિક 1.5 ટકા) લેખે વ્યાજ/પેનલ્ટી વસૂલવામાં આવશે. આ ઉપરાંત, આવા બાકીદારો સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાશે. નગરપાલિકા તંત્રએ શહેરના વિકાસ અને પ્રાથમિક સુવિધાઓ જાળવવામાં સહયોગ આપવા માટે શહેરજનો અને વેપારીઓને સમયસર બાકી વેરો ભરપાઈ કરવાની અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    નેપાળ પૂરમાં 12 ગુજરાતી ગુમ:ન્યૂઝિલેન્ડમાં વસતુ અમદાવાદનું પટેલ દંપતી મિસિંગ, ફિલ્મ એક્ટ્રેસ માનસી પારેખ ચીનમાં ફસાઈ
    Next Article
    ઉનાના રામપરાની સીમમાં સિંહણનો કોહવાયેલો મૃતદેહ મળ્યો:મોઢા અને પાછળના ભાગે ગંભીર ઈજાના નિશાન, નર સિંહ સાથે ઇનફાઇટની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment