Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળ પૂરમાં 12 ગુજરાતી ગુમ:ન્યૂઝિલેન્ડમાં વસતુ અમદાવાદનું પટેલ દંપતી મિસિંગ, ફિલ્મ એક્ટ્રેસ માનસી પારેખ ચીનમાં ફસાઈ

    11 hours ago

    નેપાળમાં આવેલા ભયાનક પૂરથી કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા ગુજરાતના યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદી મુજબ ગુજરાત સાથે જોડાયેલા કુલ 12 યાત્રાળુઓ ગુમ થયા છે અથવા કોઈ સંપર્ક થઈ શક્યો નથી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને રાહત-બચાવ કામગીરી અને સંપર્કના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આ 12માં ન્યૂઝિલેન્ડમાં રહેતું અને મૂળ અમદાવાદનું દંપતી પણ સંપર્ક વિહોણું છે. તેમના પરિવારજન ચિરાગ પટેલે સરકાર પાસે મદદ માગી છે. તેઓ મુંબઈની ટ્રાવેલ્સ એજન્સી મારફતે નેપાળ ગયા હતા. જ્યારે કૈલાશ માન સરોવર યાત્રાએ ગયેલી ફિલ્મ એક્ટ્રેસ માનસીએ પારેખ પણ પૂરમાં ફસાઈ છે. તેણે સોશિયલ મીડિયા પર સુરક્ષિત હોવાનો વીડિયો પોસ્ટ કર્યો છે. યાત્રા દરમિયાન ગ્યિરોન્ગ વિસ્તારમાં અચાનક આવેલા ભારે પૂરના કારણે સ્થિતિ ગંભીર બની હતી. યાત્રાળુઓના એક ગ્રૂપના આશરે 77 લોકો લાપતા હોવાનું સામે આવતાં માનસીનો પણ સંપર્ક ન થતાં પરિવાર અને ચાહકોની ચિંતા વધી હતી. માનસીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જણાવ્યું હતું કે તે હાલ ચીનની એક હોટલમાં સુરક્ષિત છે અને આગળની યાત્રા અંગે સ્થાનિક અધિકારીઓના માર્ગદર્શનની રાહ જોઈ રહી છે. આ પણ વાંચો: 43 ગુજરાતીઓ નીકળ્યા'ને નેપાળમાં ભયંકર દુર્ઘટના સર્જાઈ કન્ટ્રોલ રૂમમાં નોંધાયેલી વિગતો મુજબ ગુમ થયેલા 12 લોકોમાં અમદાવાદના 3, આણંદના 2, સુરતના 3, વલસાડના 1, રાજકોટના 1 તેમજ મૂળ ગુજરાતી એવા યુએસએના 1 અને ઓસ્ટ્રેલિયાના 1 નાગરિકનો સમાવેશ થાય છે. આ તમામ યાત્રિકો વિવિધ ટ્રાવેલ એજન્સીઓ મારફતે માનસરોવર યાત્રાના કેરુંગ રૂટ પર ગયા હતા. ફ્રેન્ડશિપ બ્રિજ અને બોર્ડર વિસ્તારમાં સંપર્ક તૂટ્યો કેટલાક યાત્રાળુઓ રસુવાગઢી-કેરુંગ બોર્ડર પર ભોટે કોશી નદી અને ફ્રેન્ડશિપ બ્રિજ નજીક હતા ત્યારે પૂરની ઝપટમાં આવી જતાં સંપર્કવિહોણા બન્યા હતા. મોટાભાગના યાત્રિકોનો છેલ્લા 24 કલાકથી સંપર્ક થઈ શક્યો નથી. જેને કારણે ગુજરાતમાં રહેતા તેમના પરિવારજનોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક વહીવટી તંત્ર અને નેપાળના ઇમર્જન્સી સેન્ટરના સતત સંપર્કમાં રહી બચાવ કામગીરીનું મોનિટરિંગ કરી રહ્યું છે. નેપાળ પૂરમાં મૃત્યુઆંક 273એ પહોંચ્યો,1500 લોકોની શોધખોળ નેપાળ-તિબેટ બોર્ડર પર બુધવારે સવારે આવેલા અચાનક પૂરને કારણે 273 લોકોના મોત થયા છે. આમાં નેપાળમાં 270 અને તિબેટમાં 3 લોકોના જીવ ગયા છે. લગભગ 1,500 લોકો હજુ પણ ગુમ છે. જેમાં 32 દેશના લગભગ 525 વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલના જણાવ્યા અનુસાર, ગુમ થયેલા લોકોમાં 300થી વધુ ભારતીય છે. તેમજ, ભારતીય વિદેશ મંત્રાલયે 288 ભારતીયો ગુમ થયાની પુષ્ટિ કરી છે. ખરાબ હવામાન અને તૂટેલા રસ્તાઓ વચ્ચે લોકોની શોધખોળ ચાલુ છે. નેપાળી સેનાએ રસુવાના ટિમુરેથી આજે સવારે 116 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. આમાં 95 નેપાળી અને 21 ભારતીયો છે.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
    Click here to Read More
    Previous Article
    મુંબઈમાં 10મા માળેથી કૂદી મહિલા, ઝાડમાં ફસાઈ:પગમાં ડાળી ફસાઈ જવાથી હવામાં ઉંઘા માથે લટકી; 20 ફૂટ ઉપરથી બચાવી લેવાઈ
    Next Article
    ભરૂચ પાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત શરૂ:લાંબા સમયથી વેરો ન ભરનારાની યાદી તૈયાર કરાઈ, નળ કનેક્શન કાપવા સહિતની કાર્યવાહી કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment