Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત-અમદાવાદ નેશનલ હાઈવે પર વરસાડા ક્રોસિંગ પાસે હિટ એન્ડ રન:ઈનોવાની ટક્કરે સાયકલ સવારનું કમકમાટીભર્યું મોત, રોડ પર માંસના લોચા અને લોહીનો રેલો

    9 hours ago

    વડોદરા નજીકથી પસાર થતા સુરત-અમદાવાદને જોડતા નેશનલ હાઈવે-48 પર વડોદરા નજીક વરસાડા ક્રોસિંગ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર પ્રખ્યાત લકી હોટલની સામે જ આ હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં એક અજાણ્યા સાયકલ સવારનું કરૂણ મોત નીપજ્યું છે. સાયકલ સવાર હવામાં ફંગોળાયો સાયકલ સવાર હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ટેક્સી પાર્સિંગ ધરાવતી પૂરપાટ ઝડપે આવતી ઈનોવા કારના ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે સાયકલ સવાર હવામાં ફંગોળાયો હતો અને જમીન પર પટકાતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો. ઈનોવા ચાલક પૂરપાટ ઝડપે ફરાર થયો અકસ્માતની આ સમગ્ર ઘટના પાછળથી આવી રહેલી GSRTC બસના ચાલકે નજરે જોઈ હતી. માનવતા દાખવીને બસ ચાલકે તુરંત જ બસ સાઈડમાં રોકી દીધી હતી. બસના ડ્રાઈવર, કંડક્ટર અને મુસાફરો મૃતકની મદદ માટે દોડી આવ્યા હતા અને ભાગી રહેલી ઈનોવા કારને પકડવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, અકસ્માત સર્જીને ઈનોવા ચાલક પૂરપાટ ઝડપે નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ફરાર કાર ચાલકની શોધખોળ ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. હાલમાં પોલીસે અકસ્માત સ્થળની આસપાસના CCTV ફૂટેજ મેળવીને ફરાર થઈ ગયેલા ઈનોવા કારના ચાલકની શોધખોળ તેજ કરી છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી કલેક્ટરે ટંકારા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી:રજીસ્ટરો, એકમો, ક્વાર્ટર અને પરિસરની સુરક્ષા-સ્વચ્છતાનું નિરીક્ષણ કર્યું
    Next Article
    સુરત મનપાનું ફૂડ વિભાગ કડક એક્શન મોડમાં:હોટેલો, રેસ્ટોરન્ટ અને લારી-ગલ્લાઓ માટે નવી ગાઇડલાઇન જાહેર, નિયમોનો ભંગ કરનાર સામે કડક શિક્ષાત્મક પગલાં લેવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment