Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપાનું ફૂડ વિભાગ કડક એક્શન મોડમાં:હોટેલો, રેસ્ટોરન્ટ અને લારી-ગલ્લાઓ માટે નવી ગાઇડલાઇન જાહેર, નિયમોનો ભંગ કરનાર સામે કડક શિક્ષાત્મક પગલાં લેવાશે

    8 hours ago

    સુરત શહેરમાં ગત 15 ઓગસ્ટ 2026ના રોજ ફૂડ પોઇઝનિંગથી ચાર વર્ષની બાળકીનું મોત નીપજતાં સમગ્ર વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે સુરત મનપાનું ફૂડ એન્ડ હેલ્થ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા સામે સઘન ચેકિંગ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે કડક વલણ અપનાવતા પાલિકાની ટીમો દ્વારા છેલ્લા આઠ દિવસથી શહેરભરની હોટેલો, ધાબાઓ, રેસ્ટોરન્ટો અને ખાણીપીણીની લારીઓ પર રાઉન્ડ ધ ક્લોક સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. વિશેષ ‘સ્વચ્છતા રથ’ મારફતે મહત્વપૂર્ણ જાહેર સૂચનાઓ કરાઈ શહેરમાં ખાદ્યપદાર્થોની શુદ્ધતા અને સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી મનપા દ્વારા વિશેષ ‘સ્વચ્છતા રથ’ મારફતે તમામ ફૂડ વ્યવસાયિકો માટે મહત્વપૂર્ણ જાહેર સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે. પાલિકા દ્વારા તમામ હોટેલ, રેસ્ટોરન્ટ, કાફે, ફૂડ કોર્ટ તેમજ લારી-ગલ્લાઓમાં ખાદ્યપદાર્થો બનાવવા તથા પીરસવા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ માટે એપ્રન, હેન્ડગ્લોવ્ઝ, હેર કેપ અને માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. લાયસન્સ રદ્દ કરવા સહિતના આકરા પગલાં લેવાશે આ ઉપરાંત કચરાના યોગ્ય નિકાલ અને વ્યવસ્થાપન માટે તમામ એકમોએ બે અલગ ડસ્ટબિન રાખવાના રહેશે, જેમાં ભીના કચરા માટે લીલી કચરાપેટી અને સૂકા કચરા માટે ભૂરી કચરાપેટીનો ફરજિયાત ઉપયોગ કરવાનો આદેશ અપાયો છે. પાલિકા તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, ફૂડ સેફ્ટી અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનારા કોઈપણ એકમ કે વિક્રેતા સામે લાયસન્સ રદ્દ કરવા સહિતના આકરા શિક્ષાત્મક પગલાં લેવાશે. સુરત મહાનગરપાલિકાએ તમામ નાગરિકો અને ખાણીપીણીના સંચાલકોને સ્વચ્છતા જાળવી જાહેર આરોગ્યની સુરક્ષામાં સહભાગી બનવા ભારપૂર્વક અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત-અમદાવાદ નેશનલ હાઈવે પર વરસાડા ક્રોસિંગ પાસે હિટ એન્ડ રન:ઈનોવાની ટક્કરે સાયકલ સવારનું કમકમાટીભર્યું મોત, રોડ પર માંસના લોચા અને લોહીનો રેલો
    Next Article
    मामूली सैलरी और सख्त महंगाई, कई महीनो से सैलरी ना मिलने पर अस्पताल के कर्मचारी बैठे धरने पर

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment