Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી કલેક્ટરે ટંકારા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી:રજીસ્ટરો, એકમો, ક્વાર્ટર અને પરિસરની સુરક્ષા-સ્વચ્છતાનું નિરીક્ષણ કર્યું

    10 hours ago

    મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બનાવવા અને સરકારી કચેરીઓની કામગીરી પારદર્શી રાખવાના ઉદ્દેશ્યથી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરે પોલીસ સ્ટેશનના તમામ રજીસ્ટરોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સંબંધિત પોલીસ અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. આ ઉપરાંત, પોલીસ મથકમાં કાર્યરત વિવિધ વિશિષ્ટ એકમોની પણ રૂબરૂ મુલાકાત લઈ તેમની કામગીરી વિશે માહિતી મેળવી હતી. કલેક્ટરે ફરજ પરના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે કાયદો-વ્યવસ્થાની જાળવણી અને કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પોલીસ ક્વાર્ટરનું પણ નિરીક્ષણ કર્યું હતું. સમગ્ર પોલીસ સ્ટેશન પરિસરની સુરક્ષા વ્યવસ્થા તેમજ આંતરિક સ્વચ્છતાનું પણ કલેક્ટરે બારીકાઈથી અવલોકન કરી જરૂરી સૂચનાઓ આપી હતી. જિલ્લા કલેક્ટરની આ મુલાકાત દરમિયાન પોલીસ સ્ટેશનની કામગીરી, રેકોર્ડ જાળવણી, સુરક્ષા વ્યવસ્થા અને સ્વચ્છતા સહિતના વિવિધ પાસાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    પ્રશાસક પ્રફુલ્લ પટેલના 10 વર્ષ પૂર્ણ થતાં ખાનવેલમાં બાઇક રેલી:દાદરા નગર હવેલીમાં વિકાસના 10 વર્ષની ઉજવણી
    Next Article
    સુરત-અમદાવાદ નેશનલ હાઈવે પર વરસાડા ક્રોસિંગ પાસે હિટ એન્ડ રન:ઈનોવાની ટક્કરે સાયકલ સવારનું કમકમાટીભર્યું મોત, રોડ પર માંસના લોચા અને લોહીનો રેલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment