Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રશાસક પ્રફુલ્લ પટેલના 10 વર્ષ પૂર્ણ થતાં ખાનવેલમાં બાઇક રેલી:દાદરા નગર હવેલીમાં વિકાસના 10 વર્ષની ઉજવણી

    11 hours ago

    સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવના પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલના કાર્યકાળના 10 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ખાનવેલથી દૂધની સુધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક પ્રશાસન દ્વારા આયોજિત આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રેલીમાં ભારતીય જનતા પાર્ટી, દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવ પ્રદેશના અધ્યક્ષ મહેશભાઈ અગરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને બાઈક રેલીમાં સહભાગી બન્યા હતા. આ પ્રસંગે દાદરા અને નગર હવેલી જિલ્લા પંચાયતના અધ્યક્ષ નિશાબેન ભવર, સિલવાસા નગરપાલિકાના પ્રમુખ સોમનાથ પાટીલ, ભાજપ પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉ. અવધેશસિંહ ચૌહાણ, ખાનવેલ જિલ્લા ભાજપ અધ્યક્ષ સની ભીમરા સહિત અન્ય ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નેપાળમાં પૂરથી કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા 12 ગુજરાતી ગુમ:ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સર્ચ ઓપરેશન તેજ, પરિવારોના જીવ અદ્ધર
    Next Article
    મોરબી કલેક્ટરે ટંકારા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી:રજીસ્ટરો, એકમો, ક્વાર્ટર અને પરિસરની સુરક્ષા-સ્વચ્છતાનું નિરીક્ષણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment