Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં મનપાએ મેડિકલ કોલેજની જમીન પર વોર્ડ ઓફિસ બનાવી:ગેરકાયદેસર બાંધકામ બાદ માલિકી હક મેળવવા પત્ર લખ્યો

    1 day ago

    જામનગર મહાનગરપાલિકા (JMC) એ એમ.પી. શાહ મેડિકલ કોલેજની જમીન પર ગેરકાયદેસર રીતે વોર્ડ ઓફિસનું બાંધકામ કર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વોર્ડ નંબર 3 માં વિકાસ ગૃહ રોડ પર આવેલા નર્સિંગ ક્વાટર્સ નજીકની ખુલ્લી જગ્યા પર મનપાના એન્જિનિયરોએ ઓફિસનું કામકાજ શરૂ કરી દીધું હતું. જે તંત્રની જવાબદારી સરકારી જમીન પરથી દબાણો હટાવવાની છે, તે જ તંત્રએ પોતે જ મેડિકલ કોલેજની જમીન પર કબ્જો કરીને બાંધકામ કર્યું છે. જમીનની માલિકી અંગે ખ્યાલ આવ્યા બાદ હવે મનપા દ્વારા તે જમીન પોતાના નામે કરવા માટે મેડિકલ કોલેજના ડીનને પત્ર લખી માંગણી કરવામાં આવી છે. આ મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે, કારણ કે આ જગ્યા મેડિકલ કોલેજના તાબા હેઠળની છે અને તેની જાળવણી તથા બાંધકામની જવાબદારી પ્રોજેક્ટ ઈમ્પલીમેન્ટેશન યુનિટ (PIU) ની છે. એમ.પી. શાહ મેડિકલ કોલેજના ડીન ડૉ. નંદની દેસાઈએ જણાવ્યું હતું કે, મેડિકલ કોલેજ કેમ્પસ હેઠળની નર્સિંગ ક્વાટર્સ પાસેની જગ્યામાં મનપા દ્વારા વોર્ડ ઓફિસનું કામ શરૂ કરાતાં PIU ને બાઉન્ડ્રી વોલ બનાવવા સૂચના અપાઈ છે અને તેની ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે. તેમણે ઉમેર્યું કે સ્થાનિક સ્તરે આવી મંજૂરી આપવાની સત્તા ન હોવાથી મનપાને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની મંજૂરી લેવા જણાવવામાં આવ્યું છે. ડૉ. દેસાઈના જણાવ્યા અનુસાર, હાલ પૂરતું આ કામ અટકાવવા માટે મ્યુનિસિપલ કમિશનર અને ચીફ એન્જિનિયર સાથે વાતચીત થઈ ગઈ છે. મનપાના ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ આ મામલે જણાવ્યું હતું કે, મેડિકલ કોલેજ, જી.જી. હોસ્પિટલ અને રાજ્યના આરોગ્ય વિભાગ સાથે યોગ્ય સ્તરે સંકલન કરવામાં આવશે. તેમણે ખાતરી આપી કે આ જગ્યા ખરેખર કોની માલિકીની છે તેની ટાઈટલ ચકાસણી સહિતની તમામ કાયદાકીય પ્રક્રિયાઓ અને પત્રવ્યવહાર કોર્પોરેશન દ્વારા ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમ-કોર્ટે આર્ટ ઑફ લિવિંગને યમુના-પૂરક્ષેત્રના પર્યાવરણીય નુકસાનના આરોપોમાંથી મુક્ત કર્યું:કહ્યું- જમા કરવામાં આવેલી 5 કરોડ દંડની રકમ પરત કરવામાં આવે
    Next Article
    રક્ષાબંધનના પર્વ નિમિત્તે ભરૂચ પાલિકાનો મહત્વનો નિર્ણય:15 વર્ષ સુધીના બાળકો અને બહેનો સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment