Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રક્ષાબંધનને લઈને બજારોમાં કીડિયારું ઉભરાયું:વડોદરામાં રાખડીની ખરીદી માટે ભારે ભીડ ઉમટી, મીઠાઈની દુકાનો બહાર લાંબી લાંબી લાઈનો

    3 days ago

    રક્ષાબંધન એટલે ભાઈ બહેનના બંધનનો પવિત્ર તહેવાર. આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર છે, ત્યારે વડોદરા શહેરના વિવિધ બજારોમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે. રક્ષાબંધનના તહેવારને લઈ બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા માટે રાખડીની ખરીદી માટે પહોંચી છે, તો રાખડી બાંધ્યા બાદ ભાઈને મીઠાઈ ખવડાવવાની હોય છે, જેને લઈને પણ વડોદરા શહેરની વિવિધ મીઠાઈની દુકાનો પર લાંબી.લાંબી લાઈનો જોવા મળી રહી છે. બજારમાં ભારે ભીડ ઉમટી રક્ષાબંધનના તહેવારને લઈ લોકો ખરીદી કરવા માટે નીકળી પડ્યા છે. બહેનો ભાઈ માટે રાખડી ખરીદવા અને ભાઈઓ બહેન માટે ગિફ્ટ ખરીદવા માટે નીકળી પડ્યા છે. તો બીજી તરફ શહેરની જાણીતી મીઠાઈની દુકાનો પર મીઠાઈ ખરીદવા માટે લાંબી કતારો પણ જોવા મળી રહી છે. વડોદરાના જુના અને જાણીતા દુલિરામ પેંડાવાળાને ત્યાં આજે ખરીદારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. અહીંયાની મીઠાઈ ખાવા લોકો બહારથી આવતા હોય છે. તેમાં ખાસ કરીને તહેવારોના સમયે અહીંથી મીઠાઈ ખરીદ્યા વગર રહી શકતા નથી. આ મીઠાઈ ખરીદવા માટે લોકો કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવા માટે તૈયાર હોય છે. સાથે સાથે શહેરના માર્કેટ ચાર રસ્તા પાસે આવેલા મીઠાઈની દુકાનોમાં પણ લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ખરીદારો જાત-જાતની મીઠાઈઓ ખરીદતા જોવા મળ્યા છે. લોકોમાં ઘણો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. મીઠાઈ ખરીદવા આવેલા અપેક્ષાબેન શાહે જણાવ્યું હતું કે, અમે ખાસ રક્ષાબંધન માટે પેંડા ખરીદવા આવ્યા છીએ અને અહીં ખૂબ લાંબી લાઇન છે. રક્ષાબંધન એ પવિત્ર તહેવાર છે અને આ મીઠાઈ બધાને ખૂબ જ ભાવે છે. ઘણા વર્ષોથી અહીંનો સ્વાદ અને ક્વોલિટી એકસરખી જ રહી છે. કોઈ ભેળસેળ કે તફાવત વગર એકદમ શુદ્ધ સ્વાદ મળે છે. અમારા ભાઈ છેલ્લાં 7થી 8 વર્ષથી પેંડા લેવા આવે છે અને હું પોતે કારેલીબાગ, અમિતનગરથી ખાસ અહીં પેંડા લેવા આવી છું. લાઇનમાં ઊભા રહીને પણ અડધો કલાક થઈ ગયો છે. છતાં પણ આ જ વર્ષો જૂની દુકાનેથી જ મીઠાઈ ખરીદવાનો આગ્રહ છે, કારણ કે આટલા વર્ષોથી અહીં જ એકસરખો સ્વાદ અને ગુણવત્તા મળે છે. મીઠાઈ ખરીદવા આવેલા રાહુલ વસાવાએ જણાવ્યું હતું કે, હું ખાસ પેંડા લેવા માટે માંજલપુરથી આવ્યો છું. આપણા વડોદરા શહેરમાં આ દુકાન વર્ષોથી પ્રખ્યાત અને જાણીતી છે, તેથી દરેક તહેવાર પર અમે અહીંથી જ ખરીદી કરીએ છીએ. અહીં લાઇન ખૂબ જ લાંબી છે; લગભગ 20 મિનિટથી હું ઊભો છું અને હજી અડધો કલાક લાગે તેમ છે, છતાં પણ લોકો સંતોષથી લાઇનમાં ઊભા રહીને ખરીદી કરે છે. આ પેંડાનું ખાસ મહત્વ એ છે કે આ દુકાનનો ઇતિહાસ રાજાશાહીના સમયથી ખૂબ જૂનો અને જાણીતો છે. તેઓ ઉત્તમ અને ગુણવત્તાયુક્ત વસ્તુ આપે છે, તેથી જ બધા અહીંથી ખરીદી કરવાનું પસંદ કરે છે.
    Click here to Read More
    Previous Article
    દામોદર કુંડમાં મહાકાય મગર દેખાતા વન વિભાગ દોડ્યું:જૂનાગઢના પવિત્ર દામોદર કુંડમાં સફાઈ દરમિયાન મહાકાય મગર દેખાયો, પકડાય તે પહેલાં સોનરખ નદી તરફ ભાગી જતાં વન વિભાગે હાથ ધરી કવાયત
    Next Article
    ભારતનું બ્લડ પ્રેશર પાછું વધ્યું:સોનલ દિનુષા ગુંદરની જેમ ક્રિઝ પર ચોંટી ગયો, સદીથી માત્ર 2 રન દૂર; SL ટીમની લીડ 170 રન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment