Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દામોદર કુંડમાં મહાકાય મગર દેખાતા વન વિભાગ દોડ્યું:જૂનાગઢના પવિત્ર દામોદર કુંડમાં સફાઈ દરમિયાન મહાકાય મગર દેખાયો, પકડાય તે પહેલાં સોનરખ નદી તરફ ભાગી જતાં વન વિભાગે હાથ ધરી કવાયત

    3 days ago

    ​જૂનાગઢ સ્થિત પવિત્ર દામોદર કુંડ ખાતે મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી સફાઈ કામગીરી દરમિયાન અચાનક એક મહાકાય મગર દેખાતાં અફરાતફરી સર્જાઈ હતી. સફાઈ કર્મચારીઓએ તુરંત જ આ બાબતની જાણ તંત્ર અને વન વિભાગને કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વન વિભાગની ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મગરને પકડવા માટે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. જોકે, વન વિભાગની ટીમ તેને પકડે તે પહેલાં જ મગર પાછળના કુંડ અને સોનરખ નદી તરફ ભાગી છૂટ્યો હતો. કુંડ વિસ્તારમાંથી મગર દૂર થતાં કર્મચારીઓ અને શ્રદ્ધાળુઓએ રાહતનો શ્વાસ લીધો છે. ​ મહાનગરપાલિકાની સેનિટેશન શાખાના કર્મચારી રાજુભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આજ રોજ દામોદર કુંડના છેલ્લા કુંડની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કુંડમાં મગર દેખાતાં દામોદર કુંડના ગોર દ્વારા તુરંત તંત્રને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં જ ફોરેસ્ટની ટીમ સ્થળ પર હાજર થઈ ગઈ હતી અને સફાઈ કામગીરી સાથે મગરને રેસ્ક્યુ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. રેસ્ક્યુ દરમિયાન મગર પાછળના કુંડ તરફ ચાલી ગયો હોવાથી, જો તે ફરીથી સામે આવશે તો તેને પકડી લેવામાં આવશે અને તે માટે ફોરેસ્ટની ટીમ સ્થળ પર જ તેના પર સતત નજર રાખી રહી છે. ​દામોદર કુંડના તીર્થગોર નિલેશભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, દામોદર તીર્થ ક્ષેત્ર પર અવારનવાર મગરનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. આજે સવારે સફાઈ કર્મચારીઓએ મગર દેખાયાની જાણ કરતાં તુરંત જ વન વિભાગ અને મહાનગરપાલિકાને માહિતગાર કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરીને વન વિભાગની ટીમ સ્થળ પર મોકલી દેવાઈ હતી. કુંડ પર આવતા શ્રદ્ધાળુઓ કે કર્મચારીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે તે રીતે મગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરવા માટેની તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વડાપ્રધાન મોદી 8 સપ્ટેમ્બર નવસારી આવશે:'નમો કમલમ' કાર્યાલયનું લોકાર્પણ કરશે, AI ટેકનોલોજી, ઓડિટોરિયમ-કોન્ફરન્સ હોલ સહિતની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કાર્યાલય
    Next Article
    રક્ષાબંધનને લઈને બજારોમાં કીડિયારું ઉભરાયું:વડોદરામાં રાખડીની ખરીદી માટે ભારે ભીડ ઉમટી, મીઠાઈની દુકાનો બહાર લાંબી લાંબી લાઈનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment