Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વી-ઈલેવન પરિવાર ગાંધીનગરનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો:વિદ્યાર્થીઓ, અધિકારીઓ અને વડીલોનું સન્માન કરાયું

    22 hours ago

    વી-ઈલેવન પરિવાર ગાંધીનગર દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર ભવન, ગાંધીનગર ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સુરેશભાઈ રાઠોડના પ્રમુખ સ્થાને યોજાયો હતો. મહેન્દ્રભાઈ પરમાર અતિથિ વિશેષ તરીકે અને અંબાલાલ ચૌહાણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના સભ્યો પણ પરિવાર સાથે હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ એન.પી. પરમારે શાબ્દિક સ્વાગત કર્યું હતું, જ્યારે વી.બી. પરમારે સંસ્થાની કામગીરી અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે એસ.એસ.સી.થી અનુસ્નાતક સુધીના અભ્યાસમાં સારા માર્ક્સ મેળવી ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમને પ્રમાણપત્ર અને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરાયા હતા. રાજ્ય સરકારમાં નવી નિમણૂક મેળવનાર વ્યક્તિઓ, બઢતી મેળવનાર કર્મચારીઓ/અધિકારીઓ અને સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ/અધિકારીઓનું પણ સન્માન કરાયું હતું. આ ઉપરાંત, સંસ્થાના ૭૦ વર્ષ કે તેથી વધુ વયના વડીલોને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને રોકડ ઇનામ આપનાર શ્રીમતી દમયંતીબેન પરમાર અને શાલના દાતા પી.જે. પરમારનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના હોદ્દેદારો અને ઉપસ્થિત મહેમાનોએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એચ.જે. રાઠોડે કર્યું હતું અને આભાર વિધિ અમૃતલાલ સોલંકીએ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    અલ નીનોની અસરથી અનેક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ:ચોમાસાની વિદાયને આડે અંદાજે 20-25 દિવસ બાકી, સપ્ટેમ્બરના વરસાદ પર મીટ મંડાઈ
    Next Article
    કસ્તુરબા વિદ્યાભવનમાં રાખડી સ્પર્ધા યોજાઈ:રક્ષાબંધન પર્વ નિમિત્તે 80 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment