Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળ પૂરમાં સુરેન્દ્રનગરના નાગરિકો ફસાયા હોવાની આશંકા:જિલ્લા કંટ્રોલરૂમ અને હેલ્પલાઇન નંબર પર જાણ કરવા અપીલ

    9 hours ago

    નેપાળના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ અને ફ્લેશ ફ્લડને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ભોટે કોશી નદી વિસ્તારમાં ગંભીર પરિસ્થિતિ છે. આ સંજોગોમાં, સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને જિલ્લાના નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના કોઈ નાગરિકો કે પ્રવાસીઓ નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા છે કે કેમ, તેની માહિતી એકત્રિત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ માટે, જિલ્લાના તમામ તાલુકાઓના ટૂર ઓપરેટરોને તેમના દ્વારા મોકલવામાં આવેલ પ્રવાસીઓની સ્થિતિ ચકાસવા સૂચના આપવામાં આવી છે. જો સુરેન્દ્રનગર જિલ્લાના કોઈ પણ નાગરિક અથવા પ્રવાસી જૂથ નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલ હોય અથવા તેમની સાથે સંપર્ક ન થઈ રહ્યો હોય, તો ટૂર ઓપરેટરો તેમજ સંબંધિત નાગરિકોના પરિજનોને તાત્કાલિક સુરેન્દ્રનગર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલરૂમ (DEOC) ટેલિફોન નંબર 02752-285300 અને 02752-283400 પર જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, નેપાળમાં ફ્લેશ ફ્લડથી અસરગ્રસ્ત ભારતીય નાગરિકો માટે તાત્કાલિક સહાય માટે હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. નેપાળમાં પ્રવાસે ગયેલા અથવા અન્ય કારણોસર રોકાયેલા ભારતીય નાગરિકો અસરગ્રસ્ત થયા હોય તો તેમની સલામતી અને જરૂરી સહાય માટે તાત્કાલિક સંપર્ક સાધવા અપીલ કરવામાં આવે છે. જરૂરિયાતમંદ ભારતીય નાગરિકો +977 985 131 6807 અથવા +977 970 910 7500 નંબર પર સંપર્ક કરી શકે છે. જાહેર કરવામાં આવેલા બંને ઇમરજન્સી નંબરો પર WhatsApp મારફતે પણ સંપર્ક કરી શકાય છે. નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકો અથવા તેમના પરિવારજનોને કોઈપણ પ્રકારની તાત્કાલિક મદદની જરૂર હોય તો વિલંબ કર્યા વિના ઉપરોક્ત હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના કોઈ નાગરિક નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા હોવાની માહિતી મળે તો તેમના પરિવારજનો, સગાં-સંબંધીઓ તેમજ પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા ટૂર ઓપરેટરો દ્વારા પણ તાત્કાલિક સંબંધિત તંત્રને જાણ કરી જરૂરી વિગતો ઉપલબ્ધ કરાવવા અપીલ કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લી તંત્રએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો:નેપાળ પૂરમાં ફસાયેલા નાગરિકોને તાત્કાલિક સંપર્ક કરવા અપીલ
    Next Article
    રણાસણ ગામના પ્રવેશદ્વારે 15 દિવસથી ગંદકી યથાવત્:સરપંચ-તલાટીની બેદરકારી, રોગચાળાનો ભય; TDO આજે મુલાકાત લેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment