Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણાસણ ગામના પ્રવેશદ્વારે 15 દિવસથી ગંદકી યથાવત્:સરપંચ-તલાટીની બેદરકારી, રોગચાળાનો ભય; TDO આજે મુલાકાત લેશે

    8 hours ago

    ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના મુખ્ય પ્રવેશદ્વાર પર વરસાદ બંધ થયાના 15 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ગંદકી અને કીચડ યથાવત છે. ગ્રામ પંચાયત દ્વારા સફાઈ ન કરાતા રોગચાળાનો ભય સેવાઈ રહ્યો છે. ગ્રામજનોએ તાત્કાલિક સફાઈની માંગ કરી છે. ગામના પ્રવેશદ્વાર નજીક જ ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્ર આવેલા છે. અહીંથી દરરોજ નાના બાળકો અભ્યાસ માટે અવરજવર કરે છે. શાળા, આંગણવાડી અને પંચાયત સામે જ પાણી ભરાવાના કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. વરસાદે વિરામ લીધો હોવા છતાં ગ્રામ પંચાયત તંત્ર દ્વારા કોઈ સફાઈ કરાવવામાં આવી નથી. હાલમાં અહીં કીચડ અને ઉગી નીકળેલું ઘાસ જોવા મળે છે, જેના કારણે જીવજંતુઓનો ભય પણ રહેલો છે. આ ગંદકી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનું કારણ બની શકે છે. આ બાબતે ચાણસ્મા તાલુકા વિકાસ અધિકારી (TDO)નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, "આજે જ હું રણાસણ ગામની મુલાકાત લેવાનો છું અને સફાઈ બાબતે સૂચના પણ આપી દઈશ." અગાઉ પણ આ બાબતે અહેવાલ પ્રસિદ્ધ થયા હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી.
    Click here to Read More
    Previous Article
    નેપાળ પૂરમાં સુરેન્દ્રનગરના નાગરિકો ફસાયા હોવાની આશંકા:જિલ્લા કંટ્રોલરૂમ અને હેલ્પલાઇન નંબર પર જાણ કરવા અપીલ
    Next Article
    નિકોલમાં વૃદ્ધ દંપતીના ઘરે તસ્કરો ત્રાટક્યા:પુત્રને મળવા સુરત ગયા'ને તસ્કરો ₹2.99ની રોકડ સહિત 6.77 લાખની ચોરી કરી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment