Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિકોલમાં વૃદ્ધ દંપતીના ઘરે તસ્કરો ત્રાટક્યા:પુત્રને મળવા સુરત ગયા'ને તસ્કરો ₹2.99ની રોકડ સહિત 6.77 લાખની ચોરી કરી ફરાર

    7 hours ago

    અમદાવાદના નિકોલ વિસ્તારમાં વૃદ્ધ દંપતી સુરત પુત્રને મળવા ગયા હતા ત્યારે તસ્કરો ઘરમાંથી ₹ 6.77 લાખની મત્તા ચોરી ફરાર થઇ ગયા હતા. તસ્કરો બાલ્કનીનો દરવાજો ખોલીને ઘરમાં ઘુસ્યા હતા. આ અંગે નિકોલ પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. દંપતી પુત્રને મળવા સુરત ગયું હતું કઠવાળા ગેલેક્ષી હોમ્સ બંગલોઝમાં રહેતા 69 વર્ષીય દિનેશભાઈ પંચાલ નિવૃત જીવન જીવે છે. 13 ઓગસ્ટ, 2026ના દિવસે તેઓ પત્ની સાથે સુરત પુત્રને મળવા તેના ઘરે ગયા હતા. ત્યારે બીજા દિવસે તેમના પાડોશીએ ફોન કરીને જણાવ્યું કે, તમારા ઘરનો પાછળ બાલ્કનીનો દરવાજો ખુલ્લો છે. જેથી દિનેશભાઈને પૌત્રને જાણ કરીને તપાસ કરવાનું કહ્યું હતું. તેમજ તેઓ તાત્કાલિક ઘરે આવ્યા હતા. 2.99 લાખ રોકડ સહિત ₹ 6.77 લાખની ચોરી બાદમાં ઘરમાં જોતા બધો સામાન વેર વિખેર પડયો હતો. જેથી ચોરી થયાની જાણ થઈ હતી. તપાસ કરતા દાગીના અને રોકડ ₹ 2.99 લાખ સહિત કુલ ₹ 6.77 લાખની મત્તાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી અજાણ્યા ચોર બાલ્કનીના દરવાજો ખોલીને ઘરમાં ઘુસી ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે દિનેશભાઈએ અજાણ્યા ચોર સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    રણાસણ ગામના પ્રવેશદ્વારે 15 દિવસથી ગંદકી યથાવત્:સરપંચ-તલાટીની બેદરકારી, રોગચાળાનો ભય; TDO આજે મુલાકાત લેશે
    Next Article
    More than 1,300 are missing in Nepal and Tibet after catastrophic floods caused by glacial collapse

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment