Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લી તંત્રએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો:નેપાળ પૂરમાં ફસાયેલા નાગરિકોને તાત્કાલિક સંપર્ક કરવા અપીલ

    11 hours ago

    નેપાળમાં આવેલા અચાનક પૂરને કારણે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લા તંત્રએ અરવલ્લીના નાગરિકોને અપીલ કરી છે કે જો તેમના પરિવારજનો નેપાળમાં ફસાયેલા હોય અથવા સહાયની જરૂર હોય તો તાત્કાલિક સંપર્ક કરે. તિબેટ તરફથી ભોટેકોશી નદીમાં ૨૬ ઓગસ્ટના રોજ અચાનક પૂર આવ્યું હતું. જેના કારણે નેપાળ-ચીન સરહદ નજીકના સુપા જિલ્લા સહિત ઉત્તર નેપાળના વિવિધ વિસ્તારોમાં ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ જિલ્લાના નાગરિકોને વિનંતી કરી છે. જો તેમના પરિવારજનો, સગા-સંબંધીઓ કે પરિચિતોમાંથી કોઈ નેપાળમાં ફસાયેલા હોય, ગુમ થયા હોય, જાનમાલનું નુકસાન થયું હોય કે તાત્કાલિક સહાયની જરૂર હોય, તો તરત જ જાણ કરવી. સહાય માટે જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC), અરવલ્લીના ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૦૭૭ અને ફોન નંબર ૦૨૭૭૪-૨૫૦૨૨૧ પર સંપર્ક કરી શકાય છે. નેપાળમાં પૂર સંબંધિત તાત્કાલિક સહાય માટે +૯૭૭ ૯૮૫ ૧૩૧ ૬૮૦૭ અને +૯૭૭ ૯૭૦ ૯૧૦ ૭૫૦૦ નંબર પણ ઉપલબ્ધ છે. આ નેપાળના નંબરો પર વોટ્સએપ દ્વારા પણ જાણકારી આપી શકાશે. જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોને વિલંબ કર્યા વિના ઉપરોક્ત હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરીને જરૂરી માહિતી આપવા અને સહાય મેળવવા અપીલ કરે છે.
    Click here to Read More
    Previous Article
    મોદીએ કહ્યું- હું હંમેશા કહું છું-જો ખેલે, વો ખીલે:ખેલો ઈન્ડિયામાં યુવાનો અને ખેલાડીઓ સાથે સંવાદ, સાયના નેહવાલ અને પીટી ઉષા પણ સામેલ
    Next Article
    નેપાળ પૂરમાં સુરેન્દ્રનગરના નાગરિકો ફસાયા હોવાની આશંકા:જિલ્લા કંટ્રોલરૂમ અને હેલ્પલાઇન નંબર પર જાણ કરવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment