Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદીએ કહ્યું- હું હંમેશા કહું છું-જો ખેલે, વો ખીલે:ખેલો ઈન્ડિયામાં યુવાનો અને ખેલાડીઓ સાથે સંવાદ, સાયના નેહવાલ અને પીટી ઉષા પણ સામેલ

    12 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે 1,500થી વધુ સ્થળોએ યુવાનો અને ખેલાડીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે મેં 15 ઓગસ્ટે દેશ સમક્ષ સ્પોર્ટ્સ વિઝન રજૂ કર્યું હતું. આ માત્ર મેડલ જીતવા પૂરતું મર્યાદીત નથી, પરંતુ વિકસિત ભારતનું નિર્માણ કરવા અને દેશની રમતગમત શક્તિ વધારવાનું અભિયાન છે. પીએમએ કહ્યું- હું હંમેશા કહું છું- જો ખેલે, વો ખીલે. રમત માત્ર મેદાનમાં જીતવાનું નામ નથી, પરંતુ વ્યક્તિત્વને નિખારવાનું અને દેશનું ગૌરવ વધારવાનું માધ્યમ છે. કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ખેલાડીઓના નામથી જ તેમના રાજ્ય અને શહેરની ઓળખ થાય છે. પીએમએ આ સાથે જ સૌને રાષ્ટ્રીય ખેલ દિવસની શુભેચ્છાઓ પણ પાઠવી. આ કાર્યક્રમ રમતગમત મંત્રાલયના 'ખેલો ઇન્ડિયા સંવાદ-ખેલ કી બાત, PM કે સાથ' અભિયાન હેઠળ આયોજિત કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ 29 ઓગસ્ટના રોજ યોજાનાર નેશનલ સ્પોર્ટ્સ ડેના બે દિવસ પહેલા યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમ રમતગમત મંત્રાલયના ‘ખેલો ઇન્ડિયા સંવાદ-ખેલ કી બાત, PM કે સાથ’ અભિયાન હેઠળ આયોજિત કરવામાં આવ્યો. આનો હેતુ યુવાનોને ભારતની રમતગમત યાત્રા સાથે જોડવાનો છે. આમાં યુવાનો પોતાની આશાઓ શેર કરી શકશે અને યુવાનોના નેતૃત્વ હેઠળના વિકસિત ભારત માટે સૂચનો આપી શકશે. રમતગમત મંત્રી માંડવિયા બોલ્યા- માત્ર સ્ટેડિયમ જ નહીં, લોકોની વિચારસરણી પણ બદલાઈ રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે પીએમ મોદીએ યુવાનોને દેશનું ઉજ્જવળ ભવિષ્ય ગણાવ્યા છે. 12 જાન્યુઆરીએ યુવાનો સાથે સમય વિતાવવાની અસર બજેટમાં પણ જોવા મળી, જેને નાણામંત્રીએ યુથ ડ્રિવન ગણાવ્યું. તેમણે કહ્યું કે આજે સૌથી મોટો બદલાવ સ્ટેડિયમમાં નહીં, પરંતુ લોકોની વિચારસરણીમાં આવ્યો છે. એક તરફ એ ખેલાડીઓ છે, જેમણે તિરંગાને વિશ્વ મંચ સુધી પહોંચાડ્યો છે. બીજી તરફ એ ખેલાડીઓ છે, જેઓ તિરંગાને પોડિયમ સુધી પહોંચાડવાનું સપનું જોઈ રહ્યા છે. મોદી કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતાઓ સાથે મળી ચૂક્યા છે આ પહેલા વડાપ્રધાન મોદી 9 ઓગસ્ટે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારા ભારતીય ખેલાડીઓને મળ્યા હતા. તેમણે ખેલાડીઓ સાથેની મુલાકાતની રીલ પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ વખતે ખેલાડીઓ અને યુવાનો સાથેનો સંવાદ વર્ચ્યુઅલ હશે. દિગ્ગજ ખેલાડીઓ પણ યુવાનો સાથે વાતચીત કરશે ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ પીટી ઉષા ઉપરાંત વર્તમાન અને ભૂતપૂર્વ ખેલાડીઓ તથા આંતરરાષ્ટ્રીય પદક વિજેતાઓ પણ યુવાનો સાથે સંવાદ કરશે. આમાં મનિકા બત્રા, દીપા કરમાકર, સાયના નેહવાલ, ગગન નારંગ, શ્રીજેશ, મેરી કોમ, બાઈચુંગ ભૂટિયા, પુલેલા ગોપીચંદ, અંજુ બોબી જ્યોર્જ, કર્ણમ મલ્લેશ્વરી અને મીરાબાઈ ચાનુનો સમાવેશ થાય છે. કેટલાક ક્રિકેટરો પણ કાર્યક્રમમાં યુવાનો સાથે વાતચીત કરશે સમાચાર અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    નેપાળમાં પૂર:અચાનક પાણી-કાટમાળનો પ્રવાહ આવ્યો, જીવ બચાવવા માટે કામદારો દોડ્યા
    Next Article
    અરવલ્લી તંત્રએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો:નેપાળ પૂરમાં ફસાયેલા નાગરિકોને તાત્કાલિક સંપર્ક કરવા અપીલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment