Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી પોલીસ કર્મી અને ભાજપ કાર્યકર્તાઓને રાખડી બાંધી:વિશ્વહિંદુ પરિષદની બહેનોએ અધિકારીઓ અને પદાધિકારીઓને રક્ષા કવચ બાંધ્યું

    1 day ago

    અમરેલીમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રક્ષા સૂત્ર બાંધી ભાઈચારો, રાષ્ટ્રભાવના અને સામાજિક એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. જિલ્લા અધ્યક્ષ વિજયભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ માતૃ શક્તિ અને દુર્ગા વાહિનીની બહેનોએ અમરેલી સિટી તથા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ તેમજ ભાજપ કાર્યાલય ખાતે અગ્રણીઓ અને કાર્યકર્તાઓને રાખડી બાંધી હતી. આ પ્રસંગે બહેનોએ સમાજ અને રાષ્ટ્રની સુરક્ષામાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ પ્રત્યે સ્નેહ અને સન્માન વ્યક્ત કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા સહમંત્રી રશ્મિનભાઈ ત્રિવેદી, કોષાધ્યક્ષ પંકજભાઈ ત્રિવેદી, નગર મંત્રી પંકજભાઈ કાનાણી સહિતના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજ્યકક્ષાની સબજુનિયરમાં ટીમે અમરેલીનું નામ રોશન કર્યું:અમરેલી ગજેરા કેમ્પસના ખેલાડીઓએ હેન્ડબોલ સ્પર્ધામાં કાંસ્ય પદક મેળવ્યો
    Next Article
    ખાંભાના નાની ધારી ગામમાં મારામારી:જમીનના જૂના વિવાદમાં ખેડૂતને ઢીકાપાટુનો મારમારી ધમકી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment