Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યકક્ષાની સબજુનિયરમાં ટીમે અમરેલીનું નામ રોશન કર્યું:અમરેલી ગજેરા કેમ્પસના ખેલાડીઓએ હેન્ડબોલ સ્પર્ધામાં કાંસ્ય પદક મેળવ્યો

    1 day ago

    અમદાવાદ ખાતે યોજાયેલી હેન્ડબોલ સબજુનિયરની રાજ્યકક્ષાની સ્પર્ધામાં અમરેલી ગજેરા કેમ્પસ–વિદ્યાસભાના DLSS ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરી કાંસ્ય પદક મેળવ્યું હતું. ટીમે સમગ્ર સ્પર્ધા દરમિયાન શાનદાર દેખાવ કરી અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. સ્પર્ધામાં વાઘેલા સુર્યદીપ, ગજેરા ઓમ, ચૌહાણ નેવીન, ખુંટી કરણ, હુંબલ દિવ્યેશ, પરમાર અભય, ગોહિલ મનદીપ, જાળું સિદ્ધરાજ સહિત કુલ 16 ખેલાડીઓએ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સિદ્ધિ પાછળ ખેલાડીઓની નિયમિત મહેનત, સઘન તાલીમ અને કોચના માર્ગદર્શનનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. ખેલાડીઓની આ સફળતા બદલ ગજેરા કેમ્પસ–વિદ્યાસભાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી તથા કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ ખેલાડીઓ અને કોચ રવિભાઈ નાવડિયા, ટ્રેનર કમલેશભાઈ ભાલીયા તથા ભૂમિબેન ડાંગરને અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    શ્રાવણમાં સવા લાખ ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગનું પૂજન:નર્મદાના જીતનગર સ્થિત 450 વર્ષ જૂના નંદીકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન વિશેષ આયોજન‎
    Next Article
    અમરેલી પોલીસ કર્મી અને ભાજપ કાર્યકર્તાઓને રાખડી બાંધી:વિશ્વહિંદુ પરિષદની બહેનોએ અધિકારીઓ અને પદાધિકારીઓને રક્ષા કવચ બાંધ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment