Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણમાં સવા લાખ ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગનું પૂજન:નર્મદાના જીતનગર સ્થિત 450 વર્ષ જૂના નંદીકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન વિશેષ આયોજન‎

    1 day ago

    રાજપીપળા નજીક નર્મદા જિલ્લાના જીતનગરમાં આવેલ નંદીકેશ્વર મહાદેવ મંદિરને આશરે 450 વર્ષ જૂનું પ્રાચીન મંદિર માનવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન અહીં વિશેષ પૂજા-અનુષ્ઠાન યોજાતા હોવાથી દૂર-દૂરથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન અને પૂજન માટે પહોંચે છે. મંદિરના મુખ્ય સંચાલક વિરલ દવેના જણાવ્યા મુજબ શ્રાવણ મહિનામાં દરરોજ ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગની વિશેષ પૂજા કરવામાં આવે છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દરરોજ રેતી અને માટીથી પાર્થેશ્વર શિવલિંગ બનાવી તેની પૂજા અને અભિષેક કરવામાં આવે છે. શ્રાવણ દરમિયાન સાત દિવસ માટે અલગ-અલગ યંત્રો તૈયાર કરી તેમાં ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગની સ્થાપના કરીને પૂજન કરવામાં આવે છે.દવેના જણાવ્યા પ્રમાણે સાંજના સમયે પૂજન પૂર્ણ થયા બાદ શિવલિંગ અને યંત્રોનું નદીમાં વિસર્જન કરવામાં આવે છે. મંદિર તરફથી આ પ્રક્રિયા નિયમિત રીતે કરવામાં આવે છે. સ્થાનિક ધાર્મિક માન્યતા મુજબ ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગ અને યંત્ર પૂજનને વિશેષ મહત્વ આપવામાં આવે છે. માન્યતા છે કે આવા પૂજનથી ભક્તોને મનોવાંછિત ફળ મળે છે.ધાર્મિક કથાઓમાં માતા પાર્વતીએ જંગલમાં મહાદેવની આરાધના માટે પાર્થેશ્વર શિવલિંગની પૂજા કરી હોવાનું વર્ણન મળે છે. કથાઓ મુજબ ભગવાન શ્રીરામે પણ રેતી અને માટીમાંથી પાર્થેશ્વર શિવલિંગ બનાવી મહાદેવનું પૂજન કર્યું હતું.મંદિર ખાતે શ્રાવણ માસમાં ભક્તો ધન, સંતાન, નોકરી, વ્યવસાય અને વિવિધ બાધાઓ સંબંધિત માનતાઓ માટે શિવલિંગ બનાવી પૂજન કરે છે. મંદિર પરિસરમાં શ્રાવણ દરમિયાન ભક્તોની અવરજવર વધતી હોવાનું પણ સંચાલકો જણાવે છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ડોમિનોઝના પિત્ઝામાંથી માંખી નિકળી:સેટેલાઈટ ચોક પાસેની શોપનો વીડિયો વાઇરલ, ગ્રાહકે કહ્યું- માખી મેલ્ટ થઈ ગઈ છે
    Next Article
    રાજ્યકક્ષાની સબજુનિયરમાં ટીમે અમરેલીનું નામ રોશન કર્યું:અમરેલી ગજેરા કેમ્પસના ખેલાડીઓએ હેન્ડબોલ સ્પર્ધામાં કાંસ્ય પદક મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment