Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ખાસ:હવે આધાર કાર્ડનું તમામ કામ એક જ સ્થળે થશે

    3 days ago

    જૂનાગઢમાં જિલ્લા માટે કેન્દ્ર લેવલનુ આધાર સેવા કેન્દ્ર ખુલ્લુ મુકાયુ છે. હવે આધારકાર્ડની તમામ પ્રકારની કામગીરી એક જ સ્થળે થઇ જશે. કોઇકવાર જે નાની મોટી કામગીરી માટે અમદાવાદ જવાનુ થતુ હતુ તે કામ હવે જૂનાગઢમાં જ થઇ જશે. જૂનાગઢમાં શનિવારને દોમડીયા વાડી પાસેના નોબલ પ્લાઝા કોમ્પલેક્ષમાં પ્રથમ માળે આધાર સેવા કેન્દ્ર લોકો માટે ખુલ્લુ મુકાયુ છે. જૂનાગઢમાં મનપા, મામલતદાર સહિતની કચેરી તેમજ અન્ય સ્થળોએ આધારકાર્ડની કામગીરી થતી જ હતી પરંતુ તે રાજ્ય સરકાર લેવલના કેન્દ્રો હતા જેમાં અમુક સિમિત હોય તે જ કામ થતુ હતુ પરંતુ હવે જૂનાગઢ જિલ્લાનુ કેન્દ્ર સરકાર લેવલનુ એક આધાર સેવા કેન્દ્ર ખુલ્લુ મુકાયુ છે. જેમાં આધારકાર્ડને લગતી કામગીરી માટે જુદી-જુદી જગ્યાએ ધક્કા નહીં ખાવા પડે . આ કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમા, ડે. મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર, પૂર્વ ડે. મેયર ગીરીશ કોટેચા, નિકુંજ ધૂળા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આટલા દિવસો બંધ રહેશે આધાર સેવા કેન્દ્ર પ્રજાસત્તાક દિન, સ્વાતંત્ર્ય દિન, હોળી, બૂધ પૂર્ણિમા, જન્માષ્ટમી, ગાંધી જયંતિ, દશેરા, દિવાળી, ગુરૂ નાનક જયંતિ, ક્રિસમસ આ દિવસો દરમિયાન જ બંધ રહેશે બાકીના તમામ દિવસે આધાર સેવા કેન્દ્રમાં લોકો માટે કામગીરી ચાલુ રહેશે. આ કામગીરી, આટલો સરકારી ચાર્જ રહેશે
    Click here to Read More
    Previous Article
    આજે પોલિયો રસીકરણ:165 કેન્દ્રો પર 660 કર્મચારીઓ તૈનાત
    Next Article
    ફરિયાદ નોંધાઈ:પરિણીતાના બેંક ખાતામાંથી પતિએ જાણ બહાર 4.50 લાખ ઉપાડી લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment