Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મ:કેટરર્સમાં કામે જતી સગીરાને ભોમેશ્વર વિસ્તારના શખ્સે પ્રેમજાળમાં ફસાવી ઓફિસમાં લઈ જઈ ચાર વખત શરીર સબંધ બાંધ્યા

    1 day ago

    રાજકોટ શહરેમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક 15 વર્ષની બાળકીને કેટર્સમાં કામ કરવા જતી ત્યારે ભોમેશ્વર વિસ્તારના અમૃત નામના શખ્સ સાથે પરિચય થયો હતો. આ પછી તેને પ્રેમજાળમાં ફસાવી અલગ અલગ દિવસે ચાર વખત ઓફિસમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ પછી સગીરાને મારી નાખવાની ધમકી આપતા સગીરાએ પરિવારને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશનમાં સગીરાના વાલીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આજથી 5 મહિના પહેલા તેની 15 વર્ષની દીકરી કેટરર્સના કામે જતી હતી ત્યાં તેનો પરિચય સાથે કામ કરતાં ભોમેશ્વર વિસ્તારના શખ્સ અમૃત ઉર્ફે સન્ની બેલમ સાથે થયો હતો જે બાદ બન્નેએ એક બીજાના મોબાઈલ નંબરની આપલે કરી હતી. ત્યારબાદ બન્ને એક બીજા સાથે વાતચીત કરતા હતા દરમિયાન અમૃતએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ 27.06.2026થી 26.08.2026 સુધી સમય દરમિયાન સગીરાને પોતાના વાહનમાં બેસાડી જયુબેલી ચોક પાસે આવેલ એક બિલ્ડિંગમાં ઓફિસમાં લઇ જઈ ચાર વખત સગીરાની મરજી વિરુધ્ધ શરીર સબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. આ પછી આરોપી અમૃતએ સગીરાને કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા ગભરાઈ ગયેલી સગીરાએ પોતાની આપવીતી પરિવારને જણાવતા સગીરાની માતાએ થોરાળા પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવતા પોલીસે BNS કલમ 65(1), 64(2)(એમ), 351(3), 352 તથા પોક્સોની કલમ 4, 6 મુજબ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ ધરપકડ કરવા માટે તાપસ તજવીજ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નેપાળનાં પૂરને કારણે ગંડક નદીમાં અચાનક પાણીનું લેવલ વધ્યું:બગહા બેરેજના 36 દરવાજા ખોલવામાં આવ્યા, મોતિહારી-ગોપાલગંજ સહિત બિહારનાં 8 જિલ્લામાં હાઈ એલર્ટ
    Next Article
    નવસારી મનપાના આઉટસોર્સ કર્મચારીઓને મળ્યો બાકી પગાર:મેયરે એજન્સીઓને 10મી સુધીમાં પગાર ચૂકવવા તાકીદ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment