Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદમાં મોપેડ ચોરીનો ભેદ ઉકેલાયો:વડોદરાનો આરોપી રૂપિયા 10 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયો

    7 hours ago

    આણંદ ટાઉન પોલીસે મોપેડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે વડોદરાના એક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલું રૂપિયા 10 હજારની કિંમતનું મોપેડ જપ્ત કર્યું છે.ગત 17 જુલાઈના રોજ આણંદ આયુષ હોસ્પિટલ બહાર રોડ પર પાર્ક કરેલું ₹10,000ની કિંમતનું મોપેડ ચોરાઈ ગયું હતું. આ અંગે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.મિલકત સંબંધી ગુનાઓ રોકવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત, પોલીસ ઇન્સ્પેક્ટર જે.એચ. કંડોળિયા અને સર્વેલન્સ પીએસઆઈ એસ.બી. ઝાલાની સૂચના મુજબ ટીમે તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા.પોલીસ કોન્સ્ટેબલ જતીનકુમાર ભાઈલાલભાઈ અને મહેશભાઈ મનહરભાઈને મળેલી બાતમીના આધારે, પોલીસે ચોરીમાં સંડોવાયેલા આરોપી જીગ્નેશ ભગવતીપ્રસાદ ભાટિયાને ઝડપી પાડ્યો હતો. આરોપી વડોદરાના પ્રતાપનગર રોડ, ડભોઈ રોડ પરની ભાટિયા શેરી, 21/બી નો રહેવાસી છે. પોલીસે આરોપી પાસેથી ચોરાયેલું એક્ટિવા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આણંદ ટાઉન પોલીસે વાહન ચોરીનો આ અણઉકેલાયેલ ગુનો સફળતાપૂર્વક શોધી કાઢ્યો છે.
    Click here to Read More
    Previous Article
    કલેક્ટરે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદો સાંભળી:સમયમર્યાદામાં કાયમી ઉકેલ લાવવા અધિકારીઓને સૂચના આપી
    Next Article
    NEET विवाद पर अरिजीत सिंह का नेताओं पर फूटा गुस्सा, बोले- 'शर्म नहीं आती, भगवान समझ लिया है क्या खुद को'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment