Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધોરણ 4થી 12ના વિદ્યાર્થીઓને અભ્યાસ સહાય મળશે:અમરેલીમાં આજે રત્નકલાકારોના બાળકો માટે નોટબુકનું વિતરણ નિઃશુલ્ક કરાશે

    3 दिन पहले

    રત્નકલાકારોના પરિવારોના બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે જેમ્સ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન, મુંબઈ તથા અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ રવિવાર તા. 5 જુલાઈ,ના રોજ સવારે 9:30થી 11:00 વાગ્યા દરમિયાન બોમ્બે માર્કેટ, હીરા બજાર, અમરેલી ખાતે યોજાશે. કાર્યક્રમમાં અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા હાજર રહેશે તેમજ ઉદ્યોગપતિ તથા જેમ્સ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા પણ હાજરી આપશે. આ યોજનાનો હેતુ હીરા ઉદ્યોગમાં કાર્યરત રત્નકલાકારોના બાળકોને અભ્યાસ માટે જરૂરી નોટબુકની સહાય પૂરી પાડી તેમના શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. ધોરણ 4થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવશે. નોટબુક મેળવવા માટે રત્નકલાકારે એસોસિએશન દ્વારા આપવામાં આવેલ પરિચય કાર્ડની ઝેરોક્સ નકલ તથા વિદ્યાર્થીના વર્તમાન ધોરણના પરિણામની ઝેરોક્સ નકલ સાથે લાવવાની રહેશે. તેમજ પાત્ર રત્નકલાકારો અને તેમના પરિવારોને સમયસર ઉપસ્થિત રહી યોજનાનો લાભ લેવા અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમને લઈ તૈયારીને આખરી ઓપ અપાયો છે.
    Click here to Read More
    Previous Article
    સવારે 8 વાગ્યાથી જ આધારકાર્ડની કામગીરીનો પ્રારંભ કરી દેવાશે:હવે અમરેલીમાં હેડ પોસ્ટ ઓફિસ ખાતે આધારકાર્ડની કામગીરી 12 કલાક થશે
    Next Article
    ટ્રેડિંગના નામે રોકાણ કરાવ્યું; અજાણ્યા શખ્સો સામે રાવ:બગસરામાં 200% વળતરની લાલચે રૂા. 4 લાખની ઠગાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment