Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાંડેસરા વિસ્તારમાં 8 બોગસ ડોક્ટરો ઝડપાયા:કિશોરનો ભોગ લેનાર નકલી તબીબ ફરીથી સારવાર કરતા ઝડપાયો; મોટા ભાગના માત્ર ધો. 12 પાસ હોવાનું ખુલ્યું

    6 hours ago

    સુરતના પાંડેસરા વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા 8 બોગસ ડોક્ટરો ઝડપાયા છે, જેમની શૈક્ષણિક લાયકાત જાણીને સૌ કોઈ દંગ રહી જાય તેમ છે. આ નકલી તબીબોમાં મોટાભાગના માત્ર ધોરણ 12 પાસ છે, જ્યારે કેટલાક B.Sc. પાસ અથવા માત્ર કમ્પાઉન્ડર અને ઓટી આસિસ્ટન્ટ તરીકેનો અનુભવ ધરાવે છે. સુરતમાં આરોગ્ય વિભાગ અને પોલીસના દરોડા દરમિયાન 14 વર્ષના નિર્દોષ કિશોરનો ભોગ લેનાર નકલી ડોક્ટર બેખૌફ બનીને ફરી દર્દીઓની સારવાર કરતો ઝડપાયો છે, તેમજ માત્ર 21 વર્ષનો કમ્પાઉન્ડર પણ પૂર્ણ કક્ષાનો તબીબ બની બેઠો હોવાનું દરોડામાં ખૂલ્યું છે. SOG અને આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા ત્યારે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. એક નકલી ડોક્ટર સગીર વયની દર્દીને કોઈપણ ડિગ્રી વગર દવાની બોટલ ચડાવી રહ્યો હતો અને પોલીસને અચાનક આવેલી જોતા જ તેણે ગભરાઈને દર્દીના હાથમાંથી સિરીંજ કાઢી લીધી હતી. ડમી દર્દી મોકલીને પોલીસે રેડ પાડી પાંડેસરા વિસ્તારમાં ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાની બાતમીના આધારે પોલીસે 8 અલગ-અલગ જગ્યાએ ડમી પેશન્ટ મોકલ્યા હતા. જે બાદ આરોગ્ય વિભાગ અને પોલીસની અલગ અલગ ટીમો બનાવીને તમામ 8 સ્થળોએ મેગા ઓપરેશન હાથ ધરાયું હતું. દરોડા દરમિયાન જાણવા મળ્યું હતું કે, અનેક જગ્યાએ નાની દુકાનોમાં જ ક્લિનિક શરૂ કરી દેવામાં આવ્યા હતા અને ક્લિનિક બહાર કોઈ નામ કે ડિગ્રીના બોર્ડ પણ મારવામાં આવ્યા નહોતા. શ્રમિકોના જીવ સાથે ગંભીર રમત ક્લિનિકની હાલત જોઈને તપાસ ટીમો પણ ચોંકી ઉઠી હતી. આ બોગસ ડોક્ટરો ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારમાં રહેતા અને કામ કરતા શ્રમિકોને ટાર્ગેટ કરતા હતા. કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી ન હોવા છતાં, તેઓ શ્રમિકોને એલોપેથીની ભારે દવાઓ આપતા હતા અને બીમારીની સારવારના નામે ગેરકાયદેસર રીતે બાટલા પણ ચડાવતા હતા. પિતાની BHMS ડિગ્રી અને ભાઈની BAMS ડિગ્રીનો આધાર આપીને કેટલાક આરોપીઓ ગેરકાયદેસર રીતે પ્રેક્ટિસ કરતા ઝડપાયા છે. નકલી ડોક્ટરની બેદરકારીથી 14 વર્ષના કિશોરનું મોત નીપજ્યું હતું પકડાયેલા 8 આરોપીઓ પૈકી પાર્થ કાલીભદ્ર દેવનાથનો ગંભીર ગુનાહિત ઈતિહાસ પણ સામે આવ્યો છે. આ આરોપી અગાઉ 'સ્વસ્તીક ક્લીનીક'ના નામથી દવાખાનું ચલાવતો હતો. આજથી એક મહિના પહેલા તેણે 14 વર્ષના અભિષેક સિંહ નામના પેશન્ટની સારવાર કરી હતી, જેમાં ડોક્ટરની બેદરકારીના કારણે કિશોરનું મોત નીપજ્યું હતું. મૃતકના પરિજનોએ આક્ષેપ કરતા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેની તપાસ હાલ ચાલી રહી છે, તેમ છતાં તે નવું ક્લિનિક ખોલીને લોકોના જીવ જોખમમાં મુકી રહ્યો હતો. 98 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત તમામ 8 જગ્યાઓ પરથી પોલીસ અને આરોગ્ય વિભાગે અલગ-અલગ પ્રકારની એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન અને સિરપ સહિત કુલ 98,825 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ તમામ બોગસ તબીબો વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરીને ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. પકડાયેલા 8 બોગસ તબીબોની શૈક્ષણિક લાયકાતની વિગતો આરોપીઓમાં પાર્થ દેવનાથ માત્ર 12 પાસ છે, સિધ્ધાર્થ દેવનાથ 12 પાસ છે, વિનોદકુમાર સહાની માત્ર ઓ.ટી. આસીસ્ટન્ટનો અનુભવ ધરાવે છે, મનોરંજન બિસ્વાલ B.Sc. પાસ છે. આ ઉપરાંત સજલ બિશ્વાસ 12 પાસ અને કમ્પાઉન્ડરનો અનુભવ ધરાવે છે, વિજય યાદવ 12 પાસ અને 15 વર્ષ કમ્પાઉન્ડર તરીકે કામ કરી ચુક્યો છે, સંદીપ સોનવણે 12 પાસ અને 8 વર્ષ કમ્પાઉન્ડર રહ્યો છે તેમજ શ્યામનારાયણ ગુપ્તા B.Sc. નો અભ્યાસ કરીને ડોક્ટર બની બેઠો હતો. આ તમામ લોકો પોતાના જુના અનુભવ અથવા પરિવારજનોની ડિગ્રીના બહાને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હતા. માત્ર 21 વર્ષનો કમ્પાઉન્ડર બની બેઠો નકલી ડોક્ટર આ આરોપીઓમાં સૌથી ચોંકાવનારો કિસ્સો સજલ સમીર બિશ્વાસ નામના યુવાનનો છે, જેની ઉંમર માત્ર 21 વર્ષ છે. જે ઉંમરે યુવાનો કોલેજમાં અભ્યાસ કરીને પોતાનું ભવિષ્ય ઘડતા હોય છે, તે ઉંમરે માત્ર ધોરણ-12 પાસ આ યુવાન હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકેના સામાન્ય અનુભવના આધારે છેલ્લા 2 વર્ષથી પાંડેસરામાં ગેરકાયદેસર રીતે 'સાઈ બાબા ક્લિનિક' ચલાવી રહ્યો હતો. આનો અર્થ એ કે, તેણે માત્ર 19 વર્ષની નાની ઉંમરથી જ ડોક્ટર બનીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાનું શરૂ કરી દીધું હતું.
    Click here to Read More
    Previous Article
    Private players should not replicate ISRO’s efforts: G Madhavan Nair writes
    Next Article
    હળવદમાં ખેડૂતોની વાડીઓમાંથી કોપર વાયર ચોરી કરતી ગેંગ ઝડપાઈ:પોલીસે 6.25 લાખના મુદ્દામાલ સાથે 7 આરોપીઓની ધરપકડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment