Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદામાં 22 દિવસમાં રક્તપિત્તના 74 નવા દર્દી મળ્યાં‎:આરોગ્ય વિભાગની 718 ટીમોએ શંકાસ્પદ લક્ષણો ધરાવતાં 4,782 લોકોની ઓળખ કરી‎

    3 days ago

    નર્મદા જિલ્લામાં લેપ્રસી કેસ ડીટેકશન કેમ્પેઇન માં 74 નવા દર્દી મળી આવ્યાં છે.આરોગ્ય વિભાગના 718 પ્રશિક્ષિત ટીમોએ ઘરે-ઘરે ફરીને સર્વે કરી કુલ 4,872 શંકાસ્પદ લેપ્રસીના સંભવિત લક્ષણો ધરાવતા વ્યક્તિઓની શોધખોળ કરવામાં આવી હતી. નર્મદા જિલ્લામાં તા. 8 થી 30 જૂન 2026 દરમિયાન રકતપિત્તના દર્દીઓને શોધી તેમની સારવાર માટેનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ઝુંબેશ અંતર્ગત વિવિધ ગામોમાં આરોગ્ય વિભાગની 718 પ્રશિક્ષિત ટીમોએ ઘરે-ઘરે ફરીને સઘન સર્વે કર્યો હતો. સર્વે દરમિયાન કુલ 4,872 શંકાસ્પદ રકતપિત્તના સંભવિત લક્ષણો ધરાવતા વ્યક્તિઓની શોધખોળ કરવામાં આવી હતી. જેમાંથી ઝીણવટભરી તબીબી તપાસ બાદ કુલ 74 રક્તપિત્તના દર્દીઓ કન્ફર્મ થયા છે. આ નવા દર્દીઓમાં 39 એમ.બી. ચેપી પ્રકારના, 35 પી.બી. બિન-ચેપી પ્રકારના અને બે બાળ દર્દીઓનો સમાવેશ થાય છે. આ તમામ દર્દીઓની એમડીટી. સારવાર તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. જેની સાથે જ ચાલુ વર્ષમાં જિલ્લામાં કુલ 125 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. રક્તપિત્તની બીમારીના લક્ષણો જો શરીરમાં કોઈ પણ જગ્યાએ સંવેદના વિનાના સફેદ અથવા લાલ ડાઘ, હાથ કે પગમાં ઝણઝણાટી અથવા સુન્નપણું, નસો જાડી લાગવી અથવા હાથ-પગમાં નબળાઈ જેવા લક્ષણો જણાય, તો ગભરાયા વગર તરત જ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા સ્થાનિક આશા કાર્યકરનો સંપર્ક કરવો જોઈએ જેથી રોગને વધતો અટકાવી શકાય છે. સરકાર દ્વારા રક્તપિત્ત મલ્ટી ડ્રગ થેરાપી સારવાર તમામ સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓમાં સંપૂર્ણ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેના સમયસર ઉપયોગથી શારીરિક વિકલાંગતા અટકાવી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    સહકાર દિવસ:શ્વેતક્રાંતિમાં ધરમપુર તાલુકો મોખરે: જિલ્લામાં 453 દૂધ મંડળીઓ ગ્રામીણ રોજગારીનું બન્યું મુખ્ય માધ્યમ
    Next Article
    સવારે 8 વાગ્યાથી જ આધારકાર્ડની કામગીરીનો પ્રારંભ કરી દેવાશે:હવે અમરેલીમાં હેડ પોસ્ટ ઓફિસ ખાતે આધારકાર્ડની કામગીરી 12 કલાક થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment