Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સહકાર દિવસ:શ્વેતક્રાંતિમાં ધરમપુર તાલુકો મોખરે: જિલ્લામાં 453 દૂધ મંડળીઓ ગ્રામીણ રોજગારીનું બન્યું મુખ્ય માધ્યમ

    3 days ago

    દર વર્ષે જુલાઈ મહિનાના પ્રથમ શનિવારે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ તરીકે ઉજવાય છે. વલસાડ જિલ્લામાં આગામી 29 જૂનથી 06 જુલાઈ દરમિયાન રાષ્ટ્રીય સહકાર સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય છેવાડાના માનવી સુધી સહકારી ક્ષેત્રની ઉમદા ભાવનાને વધુ મજબૂત કરવાનો અને જનજન સુધી સહકારિતાનો સંદેશ પહોંચાડી આર્થિક ઉત્કૃષ્ટતા લાવવાનો છે. સહકારી પ્રવૃત્તિ એકતા, આર્થિક ક્ષમતા, સમાનતા, સર્વાંગી વિકાસ અને સામાજિક જવાબદારીનું એક શ્રેષ્ઠ મોડેલ છે. વલસાડ જિલ્લાના છેવાડાના ખેડૂતો અને ગ્રામજનોને પગભર કરવામાં, તેમના આર્થિક-સામાજિક વિકાસમાં સહકારી ક્ષેત્રનું અનેરૂ યોગદાન રહ્યું છે. જિલ્લામાં મોટી સંખ્યામાં નાગરિકોને બચત અને ધિરાણની સુવિધા આપતી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીઓ ઉપરાંત ખેતી મંડળીઓ, સિંચાઈ-ગ્રાહક સહકારી-ફળ શાકભાજી મંડળીઓ કાર્યરત છે. વલસાડ જિલ્લામાં વસુધારા ડેરીમાં 59 હજાર પશુપાલકો દૈનિક ચાર લાખ લીટર દૂધ જમા કરાવે છે. જિલ્લામાં દુધ ઉત્પાદનના બળે ઘણી મહિલા મંડળીઓ આત્મનિર્ભર હોવાના ઉદાહરણો અહી જોવા મળે છે. વલસાડ જિલ્લામાં 31 માર્ચ 2026ની સ્થિતિએ કુલ 3012 જેટલી વિવિધ પ્રકારની સહકારી મંડળીઓ કાર્યરત છે. સમગ્ર જિલ્લામાં કુલ 919 હાઉસિંગ સર્વિસ મંડળી નોંધાયેલી છે, જેમાંથી સૌથી વધુ વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં હાઉસિંગ સર્વિસ મંડળીઓ આવેલી છે. આ ઉપરાંત શહેરીકરણના વેગ સાથે જિલ્લામાં કુલ 960 હાઉસિંગ મંડળીઓ કાર્યરત છે. પશુપાલન અને શ્વેતક્રાંતિ ક્ષેત્રે જિલ્લાની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ રાષ્ટ્રીય સ્તરે આદર્શ છે. જિલ્લામાં વલસાડ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લી. કાર્યવિસ્તાર ધરાવે છે જેમાં 453 મંડળી કાર્યરત છે. ગ્રામીણ વિસ્તારોમાં શ્વેતક્રાંતિને વેગ આપવામાં ધરમપુર તાલુકા મોખરે છે. ધરમપુર તાલુકામાં સૌથી વધુ 152 અને વલસાડ તાલુકામાં 132 દૂધ મંડળીઓ ગ્રામીણ રોજગારીનું મુખ્ય માધ્યમ બની છે. ખેડૂતોને ધિરાણ અને અન્ય કૃષિ સહાય પૂરી પાડતી મંડળીઓમાં સેવા/ક્રેડિટ/લેમ્પસ મંડળીઓની સંખ્યા 116 છે, જ્યારે બિન-કૃષિ ધિરાણ મંડળીઓની સંખ્યા 139 છે. જિલ્લામાં ગ્રાહક સહકારી મંડળીઓ 13 મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ 25 અને ફળ-શાકભાજી મંડળીઓ 56 જેટલી સક્રિય છે. આ મંડળીઓ ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સેતુ બનીને વ્યાપારી શોષણ અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગંગલીખાડીનું ભૂત ધૂણ્યું:વલસાડ MG રોડ પર પાણી ભરાતા વેપારીઓનો પાલિકા સામે આક્રોશ
    Next Article
    નર્મદામાં 22 દિવસમાં રક્તપિત્તના 74 નવા દર્દી મળ્યાં‎:આરોગ્ય વિભાગની 718 ટીમોએ શંકાસ્પદ લક્ષણો ધરાવતાં 4,782 લોકોની ઓળખ કરી‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment