Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગંગલીખાડીનું ભૂત ધૂણ્યું:વલસાડ MG રોડ પર પાણી ભરાતા વેપારીઓનો પાલિકા સામે આક્રોશ

    3 days ago

    વલસાડમાં દર વર્ષે બજાર વિસ્તારોમાં વોટર લોગિંગ મોટી સમસ્યા સર્જે છે. પાલિકા વરસાદી પાણીની ગટરો, કાંસ વિગેરેની સફાઇ કરે છે છતાં કેમ વોટર લોગિંગ થાય છે તે સવાલ મહત્વનો છે. છેલ્લા બે દિવસથી ભારે વરસાદી માહોલ વચ્ચે 10.5 ઇંચ વરસાદને લઇ એમજી રોડ પર દૂકાનોમાં પાણી ભરાવો થયો અ્ને માલસામાન ભિંજાતાં નુકસાન સામે આવ્યું છે. પરંતુ ચીફ ઓફિસર દ્વારા નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીની વાહવાહીના જ દાવા જોવા મળ્યા છે. આ મામલે ગંગલીખાડીનું ફરી ભૂત ધૂણ્યું છે. વેપારી લત્તા એમજી રોડ ઉપર વરસાદી પાણીના ભરાવો થતાં વેપારીઓએ ગંગલી ખાડીના સ્લેબનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં વેપારીઓએ આક્રોશપૂર્વક સ્લેબને લઇ અવરોધ છે તેવું જણાવ્યું હતું. એક વેપારીએ ACમાં બેસવાવાળા બહાર આવો તેવી માગ કરી હતી. આ પ્રશ્ને પાલિકા અ્ને સ્થાનિક વેપારીઓ વચ્ચે આમને સામને જેવી સ્થિતિ સર્જાઇ છે. દરમિયાન પાલિકાના આરોગ્ય કમિટિના ચેરમન હિતેશ ભંડારી એમજી રોડના પ્રશ્ને સ્થળ નિરીક્ષણ માટે પહોંચી ચર્ચા હાથ ધરી હતી. જેમાં વેપારીઓએ તેમને સ્થિતિથી વાકેફ કરતાં બંન્ને પક્ષે પાણીના ભરાવાની આક્રમક દલીલો રજૂ થઇ હતી. જો કે વેપારીઓ સાથે હિતેશ ભંડારીએ ચર્ચા કરી પ્રશ્નના યોગ્ય ઉકેલનો પ્રયાસ કરાશે તેવું જણાવ્યું છે. વલસાડ શહેરમાં દર ચોમાસે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને લઇ સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાતા હોય છે. પાલિકા દ્વારા કાર્યવાહી ન થતા આ સ્થિતિ ઉદભવે છે. વેપારીઓ અને પાલિકા વોર્ડ સભ્ય વચ્ચે થયેલી ચર્ચા‎ અમે જીતાડ્યા છે, કામ ન થાય તો બીજાને તક આપો વેપારી અક્ષયભાઇએ કહ્યું કે, અમોએ વોટ આપ્યા છે અને કોને વોટ આપ્યા તેનું નામ નથી આપવું પરંતું અમે જીતાડ્યા છે. સત્તામાં રહીને પણ જો કામ નહિ થતાં હોય તો જે ખરેખર કામ કરી શકે તેવા લોકોને ચાન્સ આપો. હજી ચોમાસાની શરૂઆત છે, મહેરબાની કરીને ધ્યાન આપો.પાલિકા સભ્ય હિતેશ ભંડારીએ કહ્યું કે,એમજી રોડ પર પાણીનો અવરોધ છે તે અંગે વેપારીઓ સાથે ચર્ચા થઇ હતી અને જે ઓટલાંના અવરોધ છે તે મુદ્દો પણ ચર્ચાયો છે.> અક્ષયભાઇ, વેપારી ગટર ઉપર ઓટલાથી પાણીનો અવરોધ,ગંગલી ખાડી પર સ્લેબ હાઇકોર્ટના હુકમથી બનાવ્યો હતો વોર્ડ નં.5ના સભ્ય અને એડવોકેટ હિતેશ ભંડારીએ વેપારીઓની દલીલો સામે કહ્યું કે, એમજી રોડ પર વરસાદી પાણીના ભરાવા માટે ગંગલી ખાડીના મુખે નાળા ઉપર બાંધેલા સ્લેબનું બાંધકામ હાઇકોર્ટના હુકમથી કરવામાં આવ્યું હતું.રહી વાત રોડ પર પાણીના નિકાલની જેમાં એમજી રોડ પર દૂકાનોની નજીકથી પસાર થતી વરસાદી પાણીના નિકાલ માટે ગટર વલસાડ નગરપાલિકાએ બનાવેલી છે.જેના પર પાકા ઓટલાંનું બાંધકામ કરી દેવામાં આવ્યું છે.જેના કારણે વરસાદી પાણી વહેતું હતું તે થતું નથી.પાણી બહાર એકત્ર થાય છે.
    Click here to Read More
    Previous Article
    કોન્ટ્રાક્ટરે કામ કરવાની ખાત્રી આપી પણ..‎:ખંભાલિયામાં ગેસ લાઇનના ખોદકામ બાદ બ્લોક ન બેસાડાયા
    Next Article
    સહકાર દિવસ:શ્વેતક્રાંતિમાં ધરમપુર તાલુકો મોખરે: જિલ્લામાં 453 દૂધ મંડળીઓ ગ્રામીણ રોજગારીનું બન્યું મુખ્ય માધ્યમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment