Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોન્ટ્રાક્ટરે કામ કરવાની ખાત્રી આપી પણ..‎:ખંભાલિયામાં ગેસ લાઇનના ખોદકામ બાદ બ્લોક ન બેસાડાયા

    3 days ago

    વાંસદા તાલુકાના ખંભાલિયા ગામમાં અદાણી ઘરેલુ ગેસ પાઇપલાઇન માટે કોન્ટ્રાકટર દ્વારા ગામના વિવિધ વિસ્તારોમાં ગ્રામ પંચાયતના ઇન્ટરલોકિંગ બ્લોક તેમજ રોડ રસ્તાઓ પર ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામ પૂર્ણ થયા બાદ રસ્તા અને બ્લોકનું પુનઃ નવિનીકરણ કરવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે, ચોમાસાની શરૂઆત થઈ હોવા છતાં આજદિન સુધી રસ્તાઓનું યોગ્ય રીતે સમારકામ કરવામાં આવ્યું નથી.પ્રથમ વરસાદ પડતા જ ખોદકામ કરાયેલા સ્થળોએ માટી બેસી જતાં અનેક જગ્યાએ મોટા ખાડાઓ પડી ગયા છે.પરિણામે વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અને અનેક વાહનોને નુકસાન પણ થઈ રહ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સાથે જ રાહદારીઓ અને ગામના રહેવાસીઓને રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ તાત્કાલિક રસ્તા અને બ્લોકનું ગુણવત્તાસભર પુનઃસ્થાપન કરવામાં આવે તેમજ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.
    Click here to Read More
    Previous Article
    તિવ્ર પ્રતિક્રિયા:મંદિરોને પર્યટન કેન્દ્ર નહીં, આસ્થાના પવિત્ર ધામ તરીકે જોવાની જરૂર-સદાનંદ સરસ્વતી મહારાજ
    Next Article
    ગંગલીખાડીનું ભૂત ધૂણ્યું:વલસાડ MG રોડ પર પાણી ભરાતા વેપારીઓનો પાલિકા સામે આક્રોશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment