Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તિવ્ર પ્રતિક્રિયા:મંદિરોને પર્યટન કેન્દ્ર નહીં, આસ્થાના પવિત્ર ધામ તરીકે જોવાની જરૂર-સદાનંદ સરસ્વતી મહારાજ

    2 days ago

    અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં દાનની કથિત ગેરરીતિના મુદ્દે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યાનુસાર ભગવાનના ચરણોમાં અર્પણ થતી રકમ કે દાનમાં જો કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ હોય તો તે માત્ર નાણાકીય અનિયમિતતા નથી, પરંતુ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા અને વિશ્વાસને આઘાત પહોંચાડનાર ગંભીર ઘટના છે. સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ, પારદર્શક અને કોઈપણ પ્રકારના દબાણ વિના તપાસ થવી જોઈએ, જેથી સાચા દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે. શંકરાચાર્યજીએ જણાવ્યું હતું કે, સરકારોનું મુખ્ય કાર્ય નાગરિકોને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું છે, જ્યારે મંદિરોનું સંચાલન ધાર્મિક પરંપરા, શાસ્ત્રજ્ઞાન અને આધ્યાત્મિક સમજ ધરાવતા લોકોના માર્ગદર્શન હેઠળ થવું જોઈએ. તેમના મતે અયોધ્યા, દ્વારકા, બદ્રીનાથ અને તિરૂપતિ જેવા પવિત્ર ધામો માત્ર પ્રવાસન સ્થળો નથી, પરંતુ ઋષિ-મુનિઓની તપોભૂમિ અને હિન્દુ સમાજની શ્રદ્ધાના કેન્દ્રો છે. આવા સ્થળોને માત્ર પર્યટનના દૃષ્ટિકોણથી જોવાની માનસિકતા યોગ્ય નથી.તેમણે વધુમાં જણાવ્યું કે, જો સમગ્ર ઘટનામાં માત્ર નીચલા સ્તરના કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને ઉચ્ચ હોદ્દા પર બેઠેલા જવાબદાર લોકોની ભૂમિકાની તપાસ ન થાય તો તે ન્યાયની ભાવનાને નુકસાન પહોંચાડશે. સત્ય બહાર લાવવા માટે કોઈપણ વ્યક્તિના હોદ્દા, પ્રભાવ કે રાજકીય ઓળખને ધ્યાનમાં લીધા વિના તપાસ થવી જરૂરી છે. નિર્દોષને ન્યાય અને દોષિતને સજા મળે તે જ સાચા અર્થમાં ભગવાન શ્રીરામની મર્યાદાનું પાલન ગણાશે. દાનની આવક-ખર્ચની સંપૂર્ણ વિગતો સમયાંતરે જાહેર થવી જોઇએ‎ શંકરાચાર્યએ મંદિર ટ્રસ્ટોને પારદર્શિતા અપનાવવાની અપીલ કરતાં જણાવ્યું કે દાનની આવક અને ખર્ચની સંપૂર્ણ વિગતો‎સમયાંતરે જાહેર થવી જોઈએ. સ્વતંત્ર એજન્સી દ્વારા નિયમિત ઓડિટ કરવામાં આવે અને ભક્તોને પણ દાનનો ઉપયોગ ક્યાં‎અને કેવી રીતે થઈ રહ્યો છે તેની સ્પષ્ટ માહિતી આપવામાં આવે. તેમણે સમગ્ર દાન વ્યવસ્થાનો ડિજિટલ અને લેખિત રેકોર્ડ‎જાળવવાની પણ ભલામણ કરી હતી.મંદિરોના સંચાલન અંગે તેમણે સૂચન કર્યું કે, દેશના ચાર શંકરાચાર્યો, અગ્રણી‎વૈષ્ણવાચાર્યો તેમજ અન્ય પ્રતિષ્ઠિત સંતો અને ધર્માચાર્યોની માર્ગદર્શક પરિષદ રચવામાં આવે, જે સમયાંતરે ધાર્મિક ધોરણો‎મુજબ માર્ગદર્શન આપી શકે. તેમના જણાવ્યા મુજબ માત્ર વ્યક્તિઓ બદલવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે, પરંતુ સમગ્ર‎વહીવટી વ્યવસ્થામાં સુધારા અને જવાબદારીની સ્પષ્ટ વ્યવસ્થા જરૂરી છે.‎ રામ કોઇ એક પક્ષના નથી, રાજકારણ પર પ્રહાર... રાજકારણ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શંકરાચાર્યજીએ જણાવ્યું કે, ભગવાન શ્રીરામ સમગ્ર દેશના આરાધ્ય છે, કોઈ એક રાજકીય પક્ષના નથી. જો રામના નામે જનસમર્થન મેળવવામાં આવે છે તો રામ મંદિર સંબંધિત દરેક મુદ્દે સમાન સંવેદનશીલતા અને જવાબદારી પણ દર્શાવવી જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે, તેઓ કોઈ રાજકીય પક્ષના સમર્થક કે વિરોધી નથી, પરંતુ સનાતન ધર્મના આચાર્ય તરીકે માત્ર ધાર્મિક મૂલ્યો અને પરંપરાઓની જ વાત કરે છે. ભંડોળનો ઉપયોગ માત્ર ધાર્મિક પ્રચાર, જન કલ્યાણમાં થવો જોઇએ મંદિરો સેવા, સંસ્કાર અને શ્રદ્ધાના કેન્દ્રો છે, વેપાર અથવા વ્યાપારીકરણના નહીં. મંદિરના ભંડોળનો ઉપયોગ પૂજા-અર્ચના, વેદ અને સંસ્કૃત શિક્ષણ, ગુરુકુળોનું સંવર્ધન, ગૌસેવા, અન્નદાન, આરોગ્ય સેવા, ધાર્મિક પ્રચાર, વિદ્વાનોના સન્માન અને જનકલ્યાણ જેવા કાર્યોમાં થવો જોઈએ એમ શંકરાચાર્યજીએ ભારપુર્વક જણાવ્યુ હતુ. સાથે ઉમેર્ય કેે મંદિર વ્યવસ્થામાં શુદ્ધતા, પારદર્શિતા અને જવાબદારી જાળવવામાં આવશે તો જ ભક્તોનો વિશ્વાસ વધુ મજબૂત બનશે અને ધાર્મિક સંસ્થાઓની ગૌરવપૂર્ણ પરંપરા અખંડિત રહેશે.
    Click here to Read More
    Previous Article
    After delayed monsoon, deluge: Low pressure system over Bay of Bengal brings promise of rain
    Next Article
    કોન્ટ્રાક્ટરે કામ કરવાની ખાત્રી આપી પણ..‎:ખંભાલિયામાં ગેસ લાઇનના ખોદકામ બાદ બ્લોક ન બેસાડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment