Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રેડિંગના નામે રોકાણ કરાવ્યું; અજાણ્યા શખ્સો સામે રાવ:બગસરામાં 200% વળતરની લાલચે રૂા. 4 લાખની ઠગાઈ

    3 days ago

    બગસરા શહેરમાં વધુ એક સાયબર ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. શેરબજારમાં ટૂંકા ગાળામાં 200 ટકા વળતર અને IPOમાં ઊંચા નફાની લાલચ આપી અજાણ્યા શખ્સોએ એક કારખાના સંચાલક પાસેથી રૂ. 4 લાખ પડાવી લીધા હોવાનું બહાર આવ્યું છે. બગસરાના નટવરનગર વિસ્તારમાં રહેતા અને કારખાનું સંચાલન કરતા દિલીપગર ભીખુગર ગોસ્વામીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, 24 ડિસેમ્બર, 2025થી ગત 24 ફેબ્રુઆરી દરમિયાન અજાણ્યા શખ્સોએ સોશિયલ મીડિયા મારફતે તેમનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેમને એક ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા. શખ્સોએ શેરબજારમાં શોર્ટ ટર્મ રોકાણ અને IPOમાં 200 ટકા વળતર મળવાની લાલચ આપી દિલીપગર પાસેથી બેંક ખાતાની વિગતો મેળવી હતી. ત્યારબાદ એક વેબસાઇટ પર ટ્રેડિંગ એકાઉન્ટ બનાવડાવી યશતેજ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા લિમિટેડના IPOમાં રોકાણ કરવાનું કહી 10 લાખના રોકાણ સામે રૂપિયા 4 લાખ જમા કરાવવા જણાવ્યું હતું. તેઓએ પોતાના બેંક ખાતામાંથી શખ્સો દ્વારા જણાવાયેલા ખાતામાં RTGS મારફતે રૂપિયા 4 લાખ ટ્રાન્સફર કર્યા હતા. જોકે ત્યારબાદ ન તો વચન મુજબ વળતર મળ્યું અને ન તો મૂળ રકમ પરત મળી હતી. પોતે છેતરાયા હોવાની જાણ થતાં તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા સાયબર ઠગો સામે ગુનો નોંધ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ધોરણ 4થી 12ના વિદ્યાર્થીઓને અભ્યાસ સહાય મળશે:અમરેલીમાં આજે રત્નકલાકારોના બાળકો માટે નોટબુકનું વિતરણ નિઃશુલ્ક કરાશે
    Next Article
    અમરેલી સહિત જિલ્લાભરમાં વ્યાજખોરોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે‎:2 વર્ષથી રૂ. 70 હજારનું 5 ટકા વ્યાજ ભરતા હતા; બનાવ અંગે તાલુકા પોલીસમાં રાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment