Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી સહિત જિલ્લાભરમાં વ્યાજખોરોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે‎:2 વર્ષથી રૂ. 70 હજારનું 5 ટકા વ્યાજ ભરતા હતા; બનાવ અંગે તાલુકા પોલીસમાં રાવ

    3 days ago

    અમરેલી શહેરમાં વ્યાજખોરના કથિત ત્રાસથી કંટાળીને એક યુવકે ઝેરી જંતુનાશક દવા પી લીધી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે યુવકે એક વ્યક્તિ સામે ગાળો અને મારી નાખવાની ધમકી આપવા તથા બાઈક કબજે રાખી દબાણ કર્યાની ફરિયાદ આપી છે. અમરેલીના નાના માચીયાળા ગામના ગૌતમભાઈ દેવશીભાઈ ચાચીયા (ઉ.વ.28)એ પોતાના લગ્ન પ્રસંગે આજથી અંદાજે બે વર્ષ પહેલાં વિઠલપુર-ખંભાળીયાના લાલા મકવાણા પાસેથી રૂપિયા 70 હજાર 5 ટકા વ્યાજે લીધા હતા. શરૂઆતમાં તેઓ દર મહિને વ્યાજની રકમ ચૂકવતા હતા, પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી બનતાં મૂળ રકમ અને વ્યાજની ચુકવણી કરી શક્યા નહોતા. તા. 28 જૂન 2026ના રોજ શખ્સે પૈસા અને વ્યાજની ઉઘરાણી કરતાં ગાળો અને મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત તેઓની બાઇક પોતાની પાસે રાખી, પૈસા આપી જા, પછી જ તારી ગાડી લઈ જજે, તેમ કહી દબાણ કર્યું હતું. આ ઘટનાથી માનસિક રીતે વ્યથિત થયેલા ગૌતમભાઈએ પોતાના ઘર સામે બેસવાના બાકડા પાસે જંતુનાશક ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયા છે. અમરેલી તાલુકા પોલીસે ફરિયાદના આધારે લાલા મકવાણા વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રેડિંગના નામે રોકાણ કરાવ્યું; અજાણ્યા શખ્સો સામે રાવ:બગસરામાં 200% વળતરની લાલચે રૂા. 4 લાખની ઠગાઈ
    Next Article
    મનપામાં ભાજપાના કોર્પોરેટરનો જ સીસ્ટમ સામે વિરોધ, ફરિયાદ:5 સિવિક સેન્ટરોમાં જન્મ-મરણના દાખલા કાઢવાની વ્યવસ્થા શરૂ કરો‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment