Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળનાં પૂરને કારણે ગંડક નદીમાં અચાનક પાણીનું લેવલ વધ્યું:બગહા બેરેજના 36 દરવાજા ખોલવામાં આવ્યા, મોતિહારી-ગોપાલગંજ સહિત બિહારનાં 8 જિલ્લામાં હાઈ એલર્ટ

    1 day ago

    નેપાળના રસૂવા જિલ્લામાં પૂરથી તબાહી બાદ બિહારની ગંડક નદીમાં અચાનક પાણીનું લેવલ વધી ગયું. બિહારના બગહા સ્થિત ગંડક બેરેજના 36 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. કેન્દ્રીય જળ આયોગ અનુસાર, આ પૂર બાદ ગંડકમાં 3 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે, ફ્લેશ ફ્લડ આવવાની પણ આશંકા છે. બિહારના 8 જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓ પશ્ચિમ ચંપારણ (બગહા), પૂર્વ ચંપારણ (મોતિહારી), ગોપાલગંજ, સારણ, મુઝફ્ફરપુર, વૈશાલી, સીતામઢી અને શિવહર છે. બિહારના CM સમ્રાટ ચૌધરીએ અધિકારીઓ સાથે બેઠક કરી. અધિકારીઓને એલર્ટ રહેવા અને સ્થિતિ પર સતત નજર રાખવાના નિર્દેશ આપ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CM સમ્રાટ ચૌધરીને શક્ય તમામ મદદની ખાતરી આપી. કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે NDRF ને પણ તૈનાત કરવામાં આવી રહ્યું છે. ગંડક નદીમાં વધી રહ્યું છે પાણી, 2 તસવીરો બગહામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું બગહામાં SP રાકેશ કુમારે કહ્યું છે કે બગહામાં ગંડક નદીના કિનારે આવેલા ગામોમાં પૂર આવવાની આશંકા છે. તેમણે પોલીસ અધિકારીઓને સૂચના આપી કે કટોકટીની સ્થિતિ માટે તૈયાર રહે. નેપાળ બોર્ડર પર અવરજવર રોકવામાં આવી, બગહામાં સુરક્ષિત વિસ્તારોમાં જઈ રહ્યા છે લોકો બગહામાં બોર્ડર પર નાકાબંધી કરવામાં આવી છે. બિહારના જે લોકો નેપાળમાં ફસાયા છે, તેમને ભારતમાં આવવા દેવામાં આવી રહ્યા છે. નેપાળના જે લોકો બિહારમાં ફસાયા છે, તેમને નેપાળ જવા દેવામાં આવી રહ્યા છે. અન્ય લોકોની અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે. સમાચાર સાથે સંબંધિત હાઇલાઇટ્સ પૂર સંબંધિત અપડેટ્સ માટે નીચેનો લાઇવ બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    નેપાળમાં તિબેટના ભૂકંપથી પૂર, 31નાં મોત:105 ભારતીયો સહિત 500 ગુમ, મોટાભાગના કૈલાસ માનસરોવર જતા હતા; ભૂકંપ-ભૂસ્ખલનથી પૂર આવવાનો દાવો
    Next Article
    રાજકોટમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મ:કેટરર્સમાં કામે જતી સગીરાને ભોમેશ્વર વિસ્તારના શખ્સે પ્રેમજાળમાં ફસાવી ઓફિસમાં લઈ જઈ ચાર વખત શરીર સબંધ બાંધ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment