Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કેમ્પની મુલાકાત લીધી:નવસારીમાં દિવ્યાંગો-વૃદ્ધો માટે સહાયક સાધન વિતરણ કેમ્પનું નિરીક્ષણ

    1 day ago

    ગુજરાતના નવસારી મહાનગરપાલિકાના ટાઉન હોલ ખાતે દિવ્યાંગજનો અને વયોવૃદ્ધ નાગરિકો માટે સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવા વિશેષ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે આ કેમ્પની રૂબરૂ મુલાકાત લઈને સમગ્ર કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ કેમ્પનું આયોજન સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય તથા ALIMCO દ્વારા સંયુક્ત રીતે કરાયું હતું. મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ મંત્રીને રજિસ્ટ્રેશન અને એસેસમેન્ટ પ્રક્રિયા અંગે વિસ્તૃત વિગતો પૂરી પાડી હતી. મંત્રીએ જરૂરિયાતમંદ સુધી યોજનાના લાભો સરળતાથી પહોંચે તે માટે કરાયેલી તમામ સરકારી વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પાત્રતા ધરાવતા નાગરિકોને આ સુવિધાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરાયો છે. આ પ્રસંગે મેયર, ધારાસભ્ય, DDO અને SP સહિતના અનેક ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ADIP અને વયોશ્રી યોજના હેઠળ એસેસમેન્ટ કામગીરી આ એસેસમેન્ટ કેમ્પમાં મુખ્યત્વે બે સરકારી યોજનાઓ હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં દિવ્યાંગજનો માટે ADIP યોજના અંતર્ગત દિવ્યાંગ પ્રમાણપત્ર અથવા યુનિક આઈડી કાર્ડ, આવકનો દાખલો, ઓળખ કાર્ડ અને મોબાઈલ નંબરના આધારે સાધનોનું એસેસમેન્ટ કરાય છે. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ જરૂરી આવકના દાખલા અને સરકારી ઓળખપત્રની ચકાસણી કરીને સાધનોની મંજૂરી આપવામાં આવે છે. ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ આ નિરીક્ષણ કાર્યક્રમમાં નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી અને જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ હાજર રહ્યા હતા. તેમની સાથે પ્રાંત અધિકારી તૃપ્તિ એમ. પટેલ, નાયબ મ્યુનિસિપલ કમિશનરઓ તેમજ વહીવટી તંત્રના અન્ય ઉચ્ચ અધિકારીઓ અને સ્થળ પરના સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નેપાળમાં પૂરથી 'જળપ્રલય':પવનની ગતિએ આવ્યું પાણી, પુલ-ટાવર અને મકાનો બધું જ તણાયું; જુઓ તબાહીનાં 10 ભયાનક VIDEO
    Next Article
    સંતરામપુરમાં સ્વ-સહાય જૂથોને રૂ.24.50 લાખના ચેક અપાયા:ધારાસભ્યએ કાજુની ખેતી-કેશ ક્રેડિટ લોન દ્વારા રોજગારીની નવી તકો ઊભી કરવા માર્ગદર્શન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment