Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળમાં પૂરથી 'જળપ્રલય':પવનની ગતિએ આવ્યું પાણી, પુલ-ટાવર અને મકાનો બધું જ તણાયું; જુઓ તબાહીનાં 10 ભયાનક VIDEO

    1 day ago

    નેપાળમાં પૂરથી હાહાકાર મચી ગયો છે. ડરના માર્યા લોકો ચીસો પાડી રહ્યા છે. તિબેટથી આવેલું પાણી પોતાની સાથે ભયાનક તબાહી લઈને આવ્યું છે. એવું પાણી વહી રહ્યું છે કે જાણે 'જળપ્રલય' આવી ગયો હોય. પાણીનો પ્રવાહ એટલો તેજ છે કે પુલ હોય કે ટાવર હોય કે ઇમારતો, બધું જ પોતાની સાથે લઈ જઈ રહ્યું છે. પાણી જ્યાંથી પસાર થયું ત્યાં પાછળ ફક્ત તબાહીના નિશાન જ છોડી રહ્યું છે. તબાહીના વીડિયો ડરાવી દે તેવા છે. તિબેટ તરફથી અચાનક આવેલા ભયાનક પૂરને કારણે નેપાળના રસૂવા જિલ્લામાં ભારે તબાહી મચી છે. હવા જેવી તેજ ગતિએ આવેલા પાણીએ ભોટેકોશી નદીમાં એવું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું કે ટિમુરે બજાર અને રસૂવા સીમા નાકા વિસ્તારને ખરાબ રીતે નુકસાન પહોંચાડ્યું છે. ભોટેકોશી નદીમાં સ્થાનિક સમય મુજબ, સવારે લગભગ 9 વાગ્યે તિબેટ તરફથી અચાનક તેજ પૂર આવ્યું અને બધું જ પોતાની સાથે વહાવી ગયું. નેપાળની સેનાએ એક નિવેદનમાં જણાવ્યું કે પાણીનો પ્રવાહ અચાનક વધવાથી રસૂવા જિલ્લામાં વધારે નુકસાન થયું છે.
    Click here to Read More
    Previous Article
    નેપાળમાં પૂરથી તબાહી, 8 લોકોનાં મોત, 105 ભારતીયો ગુમ:તિબેટમાં ગ્લેશિયર તળાવ ફાટવાની આશંકા, બિહારનાં 8 જિલ્લામાં એલર્ટ
    Next Article
    કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કેમ્પની મુલાકાત લીધી:નવસારીમાં દિવ્યાંગો-વૃદ્ધો માટે સહાયક સાધન વિતરણ કેમ્પનું નિરીક્ષણ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment