Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના વડીલો મીઠાઈ-ફરસાણ વેચીને શાળાઓને મદદ કરશે:દિવાળીમાં 1,200 કિલો સામગ્રી તૈયાર કરી; ધમડાછાની શાળાના સમારકામ માટે રૂ. 7 લાખ આપ્યા

    10 hours ago

    નવસારીના પટેલ નગરમાં કાર્યરત સિનિયર સિટીઝન ટ્રસ્ટના સભ્યો દિવાળીમાં મીઠાઈ અને ફરસાણ વેચીને મળેલી આવક તથા દાનથી જરૂરિયાતમંદ શાળાઓને મદદ કરે છે. આ વર્ષે ટ્રસ્ટે ધમડાછાની શાળાના સમારકામ અને સંગીતનાં સાધનો માટે રૂ. 7 લાખ એકત્ર કર્યા છે. ટ્રસ્ટના સભ્યોએ આ વર્ષે કુલ 1,200 કિલો ખાદ્ય સામગ્રી તૈયાર કરી છે. તેમાં 600 કિલો મીઠાઈ અને 600 કિલો ફરાળનો સમાવેશ થાય છે. મીઠાઈમાં મગજ, મોહનથાળ અને મૈસૂરનો સમાવેશ થાય છે. ફરાળમાં તીખા ગાંઠિયા, મોળા ગાંઠિયા, મેથીના ગાંઠિયા, ફરસી પૂરી, ચેવડો, પૌવા ચેવડો, મકાઈ ચેવડો અને બુંદી છે. ટ્રસ્ટના સભ્યોની દેખરેખ હેઠળ આ સામગ્રી તૈયાર થાય છે. તેના વેચાણથી મળેલી આવક અને સ્વૈચ્છિક દાન શાળાઓની મદદ માટે વપરાય છે. તાજેતરમાં આવેલા પૂરમાં ધમડાછાની એક શાળામાં પાણી ભરાયું હતું. તેના કારણે સંગીતનાં સાધનો અને શૈક્ષણિક સામગ્રી બગડી ગઈ હતી. ટ્રસ્ટની ટીમે સ્થળની મુલાકાત લઈને સમારકામ અને સાધનો માટે આશરે રૂ. 7 લાખનો ખર્ચ નક્કી કર્યો હતો. ટ્રસ્ટે સભ્યોને સહાય માટે અપીલ કરી હતી. સભ્યોએ સ્વૈચ્છિક ફાળો આપીને ટૂંકા સમયમાં રૂ. 7 લાખ એકત્ર કર્યા હતા. ટ્રસ્ટની શરૂઆત 1998માં થઈ હતી. 2012માં સુરેશભાઈ દેસાઈએ તેની જવાબદારી સંભાળી હતી. આજે ટ્રસ્ટમાં કુલ 648 જેટલા સક્રિય સભ્યો છે. વિશેષ વાત એ છે કે આ ટ્રસ્ટમાં નિવૃત્ત ડોક્ટરો, એન્જિનિયરો અને ઉચ્ચ હોદ્દાઓ પરથી નિવૃત્ત થયેલી પ્રતિષ્ઠિત તથા ઉચ્ચ શિક્ષિત વ્યક્તિઓ જોડાયેલી છે. ટ્રસ્ટની પ્રવૃત્તિઓ અને તેની ઉત્કૃષ્ટ કાર્યપદ્ધતિને કારણે નવા સભ્યો બનવા માટે લાંબી લાઇન લાગે છે, પરંતુ હોલની મર્યાદિત કેપેસિટીને ધ્યાનમાં રાખીને હાલ નવા સભ્યોની નોંધણી પર બ્રેક લગાવવી પડી છે. નિવૃત્તિ પછી પણ રાષ્ટ્ર અને સમાજ સેવા અવિરત સામાન્ય રીતે દિવાળીનો તહેવાર પરિવાર સાથે આનંદપૂર્વક ઉજવવાનો હોય છે, પરંતુ આ વડીલો પોતાના પરિવારની સાથે-સાથે સમાજના વંચિત બાળકો અને શાળાઓના ઉત્થાન માટે અથાક પરિશ્રમ કરે છે. જો વેચાણથી થતી આવક ઓછી પડે, તો આ વડીલો પોતાના ખિસ્સામાંથી પૈસા ઉમેરીને પણ સેવાકાર્ય અટકવા દેતા નથી. નવસારીનું આ સિનિયર સિટીઝન ટ્રસ્ટ આજની યુવા પેઢી માટે સાચા અર્થમાં પ્રેરણાસ્રોત બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    ભારતની હાઈ-સ્પીડ ક્ષેત્રે ઐતિહાસિક છલાંગ:દેશની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેનનું નિર્માણ BEML પ્લાન્ટમાં શરૂ, 250 કિ.મી.ની ઝડપે પાટા પર દોડશે
    Next Article
    સોનાપુરી સ્મશાન નજીક સિંહણ 10 ફૂટની દીવાલ કૂદી, VIDEO:ભવનાથ-બીલખા રોડ પર સિંહની અવરજવર વધી; વન કર્મચારીઓની હડતાલથી સિંહની સુરક્ષા સામે સવાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment