Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંતરામપુરમાં સ્વ-સહાય જૂથોને રૂ.24.50 લાખના ચેક અપાયા:ધારાસભ્યએ કાજુની ખેતી-કેશ ક્રેડિટ લોન દ્વારા રોજગારીની નવી તકો ઊભી કરવા માર્ગદર્શન આપ્યું

    1 day ago

    સંતરામપુર તાલુકા મથકે મહિલા સશક્તિકરણને વેગ આપવા માટે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય ડૉ. કુબેર ડિંડોર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચંદ્રિકાબેન ભાભોરની ઉપસ્થિતિમાં સ્વ-સહાય જૂથોની બહેનોને આર્થિક સહાયના ચેકો અને કાજુના રોપાનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડૉ. કુબેર ડિંડોરે બહેનોને કાજુની ખેતી અને કેશ ક્રેડિટ લોન દ્વારા રોજગારીની નવી તકો ઊભી કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. કુલ 24.50 લાખ રૂપિયાના કેશ ક્રેડિટ લોન ધિરાણના ચેકોનું પ્રત્યક્ષ વિતરણ કરાયું હતું. ઉપરાંત, કુલ 75.70 લાખ રૂપિયાની લોન સ્વ-સહાય જૂથોના બેંક ખાતામાં જમા કરાઈ છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચંદ્રિકાબેન ભાભોરે બહેનોને કાજુના રોપાના વાવેતર અને તેની માવજત વિશે માહિતી આપી હતી. તેમણે મહિલાઓને કેશ ક્રેડિટ લોનનો યોગ્ય ઉપયોગ કરી સ્વ-નિર્ભર બનવા અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા સૂચન કર્યું હતું. આ કાર્યક્રમમાં સંતરામપુર તાલુકા પંચાયતના પ્રમુખ રજનીતાબેન તાવિયાડ, ઉપપ્રમુખ રવિરાજ, પૂર્વ પ્રમુખ હરીશ વલવાઈ, તાલુકા વિકાસ અધિકારી, કારોબારી અધ્યક્ષ ઈશ્વર કલાસવા, ન્યાય સમિતિના ચેરમેન કિશોર અને સચિન શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા લાઈવલી હુડ મેનેજર પરેશ પટેલ, આસી. પ્રોજેક્ટ મેનેજર હરિશ્ચંદ્ર હજૂરી, તાલુકા લાઈવલી હુડ મેનેજર એ. આર. સેલોત, એન.આર.એલ.એમ. સ્ટાફ અને મોટી સંખ્યામાં સ્વ-સહાય જૂથની બહેનો હાજર રહી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે કાજુના રોપાનું વિતરણ કરાયું હતું અને આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.
    Click here to Read More
    Previous Article
    કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કેમ્પની મુલાકાત લીધી:નવસારીમાં દિવ્યાંગો-વૃદ્ધો માટે સહાયક સાધન વિતરણ કેમ્પનું નિરીક્ષણ
    Next Article
    જામનગર નજીક ફલ્લા પાસે 2.9 કિલો ગાંજો ઝડપાયો:SOG અને પંચકોશી પોલીસે ₹1.50 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment