Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર નજીક ફલ્લા પાસે 2.9 કિલો ગાંજો ઝડપાયો:SOG અને પંચકોશી પોલીસે ₹1.50 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને પકડ્યો

    1 day ago

    જામનગર જિલ્લામાં "નો ડ્રગ્સ ઇન જામનગર" અભિયાન અંતર્ગત પોલીસને મોટી સફળતા મળી છે. SOG અને પંચકોશી 'એ' ડિવિઝન પોલીસે ફલ્લા ગામ નજીકથી 2 કિલો 900 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹1.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આઈ.જી. નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. SOG અને પંચકોશી 'એ' ડિવિઝન પોલીસે ખીજડીયા બાયપાસ પાસે સંયુક્ત વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. SOG કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, જયેશભાઈ પઢેરીયા, અશોકભાઈ સિંહલા તેમજ પંચકોશી 'એ' પોલીસના નિર્મળસિંહ જાડેજા અને જયદિપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ફલ્લા ગામ નજીક રુદ્રાક્ષ હોટલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. રાજકોટ તરફથી આવી રહેલી સફેદ કલરની ઈક્કો કારને રોકવામાં આવતા તેમાંથી નશાકારક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. ઝડપાયેલા આરોપીનું નામ હાજી ઉર્ફે દુનો આદમભાઈ ખફી (ઉંમર 26) હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે 2 કિલો 900 ગ્રામ ગાંજો, જેની કિંમત ₹1,45,000/- છે, અને એક મોબાઈલ ફોન (કિંમત ₹5,000/-) સહિત કુલ ₹1,50,000/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર કામગીરી SOGના ઇન્ચાર્જ પી.આઈ. વી.બી. ચૌધરી અને પંચકોશી 'એ' પી.આઈ. આઈ.એ. ઘાસુરાની આગેવાની હેઠળ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સંતરામપુરમાં સ્વ-સહાય જૂથોને રૂ.24.50 લાખના ચેક અપાયા:ધારાસભ્યએ કાજુની ખેતી-કેશ ક્રેડિટ લોન દ્વારા રોજગારીની નવી તકો ઊભી કરવા માર્ગદર્શન આપ્યું
    Next Article
    'Politically Motivated, Highly Malicious': India Rejects UN Racial Discrimination Committee Remarks

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment