Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટની સ્વામિનારાયણ કન્યા ગુરુકુલની વિદ્યાર્થિનીઓએ વેસ્ટમાંથી અદભુત રાખડી બનાવી:વસંત લીંબાસીયા દાનમાં આપેલી જમીન બદલ ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીને રાખડી અર્પણ કરશે

    3 days ago

    રાજકોટના ઢેબર રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા સંચાલિત, મોરબી રોડ પર રતનપરથી આગળ કાગદડી ગામે સ્થિત સ્વામિનારાયણ કન્યા ગુરુકુલ ખાતે વિદ્યાર્થીનીઓએ પોતાની સર્જનાત્મકતાનો પરિચય આપતા ‘વેસ્ટમાંથી બેસ્ટ’ ના ખ્યાલ સાથે એક અદભુત રાખડી તૈયાર કરી છે. રક્ષાબંધન પર્વનું પૌરાણિક, સાંસ્કૃતિક મહત્વ રક્ષાબંધનનું પર્વ પરસ્પર પ્રેમ, આત્મીયતા અને સમર્પણ ભાવ કેળવવાનું શીખવે છે. ભારતીય સંસ્કૃતિમાં આ પવિત્ર તહેવાર સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે. પાંડવ-કૌરવોના યુદ્ધ સમયે સદા રક્ષા માટે માતા કુંતાજીએ અભિમન્યુને રાખડી બાંધી હતી. તેવી જ રીતે દેવો અને દાનવોના યુદ્ધ પ્રસંગે પતિની સુરક્ષા માટે સતીએ ઇન્દ્રને રક્ષાસૂત્ર બાંધ્યું હતું. આ સિવાય લક્ષ્મીજીએ રાજા બલિને પોતાના ભાઈ માનીને રક્ષાસૂત્ર બાંધી ભગવાનને બલિરાજાના બંધનમાંથી મુક્ત કરાવ્યા હતા. આ તમામ પૌરાણિક પ્રસંગોથી જ ભારતીય સંસ્કૃતિમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધ તરીકે રક્ષાબંધન ઉજવવામાં આવે છે. 20 કલાકની મહેનત, વેસ્ટ સામગ્રીનો ઉપયોગ કાગદડી કન્યા ગુરુકુલની ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમની 40 થી 50 જેટલી દીકરીઓએ આ રાખડી બનાવવામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આર્ટ અને ક્રાફ્ટ વિભાગના મહિલા શિક્ષિકાઓના માર્ગદર્શન હેઠળ બાલીકાઓએ 15 થી 20 કલાકની સખત મહેનત કરીને આ વિશિષ્ટ રાખડી તૈયાર કરી છે. આ રાખડીનું કદ 2x2 ફૂટનું છે, જ્યારે તેની દોરી સાથેની કુલ લંબાઈ 6 ફૂટ થાય છે. આ અનોખી રાખડી બનાવવા માટે કન્યાઓએ જૂની સાડીઓમાં વપરાતા કલરફુલ સ્ટોન, વપરાયેલા લેસના ટુકડા અને સ્માર્ટ ક્લાસના બોર્ડ પેકિંગમાંથી નીકળેલા થર્મોકોલ જેવી નકામી (વેસ્ટ) વસ્તુઓનો ખૂબ જ કલાત્મક રીતે ઉપયોગ કર્યો છે. સંપૂર્ણ મહિલા સંચાલિત ‘નો મેન ઝોન’ સંકુલ કન્યા ગુરુકુલ માટે 18 કરોડ રૂપિયાની મૂલ્યવાન જમીનનું દાન કરનારા રાજકોટ ગુરુકુલના પૂર્વ વિદ્યાર્થી વસંતભાઈ લીંબાસીયાએ જણાવ્યું હતું કે, ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના આદેશ અનુસાર આ સંપૂર્ણ સંકુલને 'No man zone' (નો મેન ઝોન) જાહેર કરવામાં આવ્યું છે. અહીં ટ્રસ્ટીઓ સિવાય કોઈ પણ પુરુષને પ્રવેશ આપવામાં આવતો નથી. આ ગુરુકુલમાં તમામ વ્યવસ્થાઓ મહિલાઓ દ્વારા જ પવિત્રતાથી સંભાળવામાં આવે છે. અહીં મહિલાઓ દ્વારા જ સાત્વિક રસોઈ બનાવવામાં આવે છે, જે પહેલા ભગવાનને ભોગ-થાળ સ્વરૂપે ધરાવાય છે અને ત્યારબાદ તમામ વિદ્યાર્થીનીઓ પ્રસાદ રૂપે સાથે જમે છે. આ ઉપરાંત સફાઈ, શિક્ષણ, આધ્યાત્મિક અને શારીરિક શિક્ષણ, યોગા, સ્કેટિંગ, કરાટે, ડાન્સ, રાસ, સંગીત, પૂજા-પ્રાર્થના તેમજ પ્રવચન જેવી તમામ પ્રવૃત્તિઓનું તાલીમ અને સંચાલન કેવળ મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે. કૃતજ્ઞતા ભાવ સાથે ગુરુવર્યને અર્પણ કરાશે રાખડી રક્ષાબંધનના પવિત્ર દિવસે ગુરુકુલની દીકરીઓ આ રાખડી વસંતભાઈ લીંબાસીયાને અત્યંત ભાવપૂર્વક અર્પણ કરશે. દીકરીઓમાં એવો આદરભાવ છે કે વસંતભાઈએ જમીનનું દાન કર્યું હોવાથી જ આ વિશાળ ગુરુકુલનું નિર્માણ થઈ શક્યું, જેના કારણે તેમને વિદ્યાની સાથે સદવિદ્યા અને બ્રહ્મવિદ્યારૂપ સંસ્કાર પ્રાપ્ત કરવાનો અમૂલ્ય અવસર મળ્યો છે. ત્યારબાદ, વસંતભાઈ લીંબાસીયા આ ખાસ રાખડી રાજકોટ ગુરુકુલ ખાતે ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરશે.
    Click here to Read More
    Previous Article
    13 બોગસ શિક્ષકોને છાવરવા 10 લાખની લાંચ આપવાનો પ્રયાસ:​જૂનાગઢની નોબેલ આયુર્વેદિક કોલેજના ટ્રસ્ટી અને પ્રોફેસર સામે દિલ્હી CBIમાં ગુનો નોંધાયો
    Next Article
    એક કામગીરી પૂરી નથી ત્યાં શિક્ષકોને નવી જવાબદારી:હવે પ્રશસ્ત 2.0 એપથી તમામ વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ, દિવ્યાંગતાની સમયસર ઓળખ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment