Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક કામગીરી પૂરી નથી ત્યાં શિક્ષકોને નવી જવાબદારી:હવે પ્રશસ્ત 2.0 એપથી તમામ વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ, દિવ્યાંગતાની સમયસર ઓળખ કરાશે

    3 days ago

    રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને માન્ય ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્ક્રીનિંગ માટે શિક્ષકોને વધુ એક કામગીરી સોંપવામાં આવી છે. ગુજરાત શાળા શિક્ષણ પરિષદના સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ દ્વારા PRASHAST 2.0 એપ્લિકેશન મારફતે ધોરણ-1થી ધોરણ-12 સુધીના તમામ વિદ્યાર્થીઓનું Part-I Screening કરવા સૂચના આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ વિકસાવવામાં આવેલી PRASHAST એપનો હેતુ દિવ્યાંગતા ધરાવતા બાળકોની સમયસર ઓળખ, જરૂરી શૈક્ષણિક સહાય, સહાયક સાધનો અને યોગ્ય શૈક્ષણિક આયોજન કરવામાં મદદરૂપ થવાનો છે. PRASHAST 2.0ને UDise+ સાથે સંકલિત કરવામાં આવી હોવાથી શાળા, આચાર્ય, શિક્ષકો, વિશેષ શિક્ષકો અને વિદ્યાર્થીઓની માહિતી મેળવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 2026-27ના શૈક્ષણિક વર્ષમાં તમામ વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ પરિપત્ર મુજબ વર્ષ 2026-27 દરમિયાન રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને માન્ય ખાનગી શાળાઓમાં ધોરણ-1થી ધોરણ-12 સુધીના તમામ વિદ્યાર્થીઓનું PRASHAST 2.0 એપ મારફતે Part-I Screening કરવાનું રહેશે. શાળાઓને સૌપ્રથમ UDise+માં વિદ્યાર્થીઓની માહિતી અપડેટ કરવા અને નવા દાખલ થયેલા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરવા જણાવાયું છે. સ્ક્રીનિંગ પહેલાં તમામ શિક્ષકોએ PRASHASTના વીડિયો ટ્યુટોરિયલ જોઈ તાલીમ મેળવવાની તથા ત્યારબાદ વિદ્યાર્થીઓનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરવાની સૂચના અપાઈ છે. શિક્ષકોને નિયમિત કામગીરીની પણ જવાબદારી પરિપત્રમાં જિલ્લા અને બ્લોક કક્ષાના અધિકારીઓને PRASHAST 2.0માં કેપ્ચર થયેલા ડેટાની નિયમિત દેખરેખ રાખવા અને જરૂરિયાત મુજબ શિક્ષકોને માર્ગદર્શન આપવા જણાવાયું છે. Part-II Screening અને IEP તૈયાર કરવા માટે વિશેષ શિક્ષકોની મદદ લેવાની પણ સૂચના છે. ‘એક કામગીરી પૂરી નથી ત્યાં બીજી આવી’ની શિક્ષકોમાં ચર્ચા શિક્ષકોમાં આ નવી કામગીરીને લઈને ચર્ચા શરૂ થઈ છે. શિક્ષકોનું કહેવું છે કે શૈક્ષણિક કાર્ય ઉપરાંત વિવિધ ઓનલાઈન પોર્ટલ, ડેટા એન્ટ્રી, સર્વે અને સરકારી યોજનાઓની કામગીરી સતત સોંપાતી રહે છે. એક કામગીરી પૂર્ણ થાય તે પહેલાં જ બીજી કામગીરી આવી જતી હોવાથી શિક્ષકોનો મોટો સમય વહીવટી કામગીરીમાં જાય છે. શિક્ષકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે બાળકોને ભણાવવા કરતાં ડેટા અને એપ આધારિત કામગીરીનો ભાર સતત વધતો જશે તો શિક્ષણના મૂળ કામ માટે સમય કેટલો બચશે?
    Click here to Read More
    Previous Article
    રાજકોટની સ્વામિનારાયણ કન્યા ગુરુકુલની વિદ્યાર્થિનીઓએ વેસ્ટમાંથી અદભુત રાખડી બનાવી:વસંત લીંબાસીયા દાનમાં આપેલી જમીન બદલ ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીને રાખડી અર્પણ કરશે
    Next Article
    ડિગ્રી વગરનો 10 પાસ બોગસ ડોક્ટર ઝડપાયો:અકોટામાં પ્રોમીલા ક્લિનિકમાં 15 વર્ષથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો, 1.18 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment