Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં મોહરમ નિમિત્તે કલાત્મક તાજીયાના જુલુસ:ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ ઉજવણી સંપન્ન

    2 days ago

    ભરૂચ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં પરંપરાગત રીતે કલાત્મક તાજીયાના જુલુસ નીકળ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં "યા હુસેન..."ના નારાઓ સાથે ધાર્મિક માહોલ સર્જાયો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મહંમદ પયગંબર સાહેબના દોહિત્રો હજરત ઇમામ હસન (ર.અ.) અને હજરત ઇમામ હુસેન (ર.અ.) તથા કરબલાના શહીદોની યાદમાં દર વર્ષે મોહરમ પર્વ ઉજવાય છે. કરબલાના યુદ્ધમાં સત્ય અને ન્યાય માટે આપેલા તેમના બલિદાનને યાદ કરીને મુસ્લિમ સમાજ દ્વારા તાજીયા, મજલિસ અને અન્ય કાર્યક્રમોનું આયોજન થાય છે. ભરૂચ શહેરના કતોપોર બજાર, દરવાજા, ફાટા તળાવ, ફુરજા રોડ, ચાર રસ્તા સહિતના વિસ્તારોમાંથી 41થી વધુ કલાત્મક તાજીયાના જુલુસ નીકળ્યા હતા. જુલુસ દરમિયાન યુવાનોએ પરંપરાગત કરતબો રજૂ કર્યા હતા અને મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. મોહરમ નિમિત્તે શહેરના વિવિધ સ્થળોએ શરબત, દૂધ અને કોલ્ડ ડ્રિન્ક સહિતની નિયાઝનું વિતરણ કરાયું હતું. મસ્જિદોમાં વિશેષ બયાનના કાર્યક્રમો યોજાયા હતા અને અનેક લોકોએ રોજા રાખી ઇબાદત કરી હતી. ભરૂચ શહેર તાજીયા કમિટીના પ્રમુખ ફહીમ મલેકે જુલુસની વિગતો આપતા જણાવ્યું હતું કે, પરંપરાગત રૂટ મુજબ તાજીયાનું જુલુસ નીકળ્યું હતું. આ વર્ષે જુલુસમાં 41 તાજીયા અને 1 ઝુલ્ફીકાર સામેલ હતા, જ્યારે અંદાજે 100 જેટલા ઘોડાઓએ જુલુસની શોભા વધારી હતી. તેમણે ઉમેર્યું કે, ગત રાત્રે કતલની રાતે પણ શાંતિપૂર્ણ માહોલમાં તાજીયા મોલા અલી દરગાહ ખાતે સલામી આપી પરત ફર્યા હતા. આ પર્વ દરમિયાન વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન અને ભરૂચ નગરપાલિકા દ્વારા સાફ-સફાઈ તેમજ રસ્તાના ખાડા પૂરવા જેવી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ફહીમ મલેકે ખાતરી આપી હતી કે, આ તહેવારમાં હિન્દુ-મુસ્લિમ બંને સમુદાયના લોકો પોતાની બાધા-આખડીઓ પૂરી કરતા હોવાથી, આ પર્વ હિન્દુ-મુસ્લિમ એકતા અને શાંતિનું પ્રતીક બની રહેશે.
    Click here to Read More
    Previous Article
    સગીરાના મોર્ફ ન્યૂડ ફોટા-વીડિયો વાઇરલ કરનાર આરોપી હરિયાણાથી ઝડપાયો:ભાવનગરમાં સગીરાની ફ્રી ફાયર ગેમ રમતા ઓનલાઈન ફ્રેન્ડશીપ થઈ હતી, વીડિયો કોલથી ફોટા-વીડિયો લીધા હતા
    Next Article
    સુરેન્દ્રનગરમાં 20 હજાર લોકો સાથે શાંતિપૂર્ણ તાજીયાનું જુલુસ:કોઈ હથિયાર કે ઘોંઘાટ વિના નીકળ્યું, ઇતિહાસ રચાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment