Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરાના મોર્ફ ન્યૂડ ફોટા-વીડિયો વાઇરલ કરનાર આરોપી હરિયાણાથી ઝડપાયો:ભાવનગરમાં સગીરાની ફ્રી ફાયર ગેમ રમતા ઓનલાઈન ફ્રેન્ડશીપ થઈ હતી, વીડિયો કોલથી ફોટા-વીડિયો લીધા હતા

    2 days ago

    ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા મહિલા સુરક્ષાને પ્રાધાન્ય આપતા ‘ઓપરેશન સાયબર સુરક્ષિત નારી’ અંતર્ગત સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાને હેરાન-પરેશાન કરી તેના અને તેના સાહેદના મોર્ફ ન્યુડ ફોટા અને વીડિયો વાઇરલ કરનાર હરિયાણાના એક આરોપીને સાયબર ક્રાઈમ પોલીસે ગુરુગ્રામથી ઝડપી લઈ કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી. ફ્રી ફાયર ગેમ રમતી સગીરા સાથે ઓનલાઈન ફ્રેન્ડશીપ થઈ હતી આ અંગે સાયબર ક્રાઇમ કચેરીથી મળતી માહિતી મુજબ ફ્રી ફાયર ગેમ રમતી સગીરવયની ફરિયાદી સાથે ઓનલાઈન મિત્રતા કેળવી હતી, ત્યારબાદ વીડિયો કોલના માધ્યમથી વિશ્વાસમાં લઈને આરોપીએ સગીરા તથા તેના સાહેદના ફોટા મેળવી તેનું મોર્ફિંગ કરીને ન્યુડ ફોટા અને વીડિયો તૈયાર કર્યા હતા. અશ્લીલ કન્ટેન્ટને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યું હતું આ અશ્લીલ કન્ટેન્ટને ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ જેવા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરી સગીરાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો, ​આ ગંભીર ગુનાની નોંધ લઈને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, આઈ.ટી. એક્ટ અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુરુગ્રામથી આરોપીને પકડ્યો સાયબર ક્રાઈમ પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું. પોલીસે હરિયાણાના ગુરુગ્રામ ખાતે પહોંચીને આરોપી રાજા ઉર્ફે ઉજ્જવલ મનોજભાઈ કપીલદેવ વિશ્વકર્મા રહે.સેક્ટર 39, ગુરુગ્રામને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ​જાહેર જનતા માટે પોલીસનો સંદેશ સોશિયલ મીડિયા પર અન્યના નામે ફેક એકાઉન્ટ બનાવવા, અશ્લીલ મેસેજ કરવા અથવા કોઈના ફોટા-વીડિયો સાથે ચેડાં કરી વાઇરલ કરવા તે ગંભીર ગુનો છે આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર ધાર્મિક કે જ્ઞાતિ વિષયક વિરોધાભાસી અને ઉશ્કેરણીજનક પોસ્ટ કે મેસેજ ફોરવર્ડ ન કરવા અપીલ કરી છે. આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર સામે પોલીસ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ‘કેતન જીવતો છે...’ સાંભળતાં જ સિયાના હાવભાવ બદલાયા:સિયા સવાલોથી ઘેરાઈ તો ફોઈ તેને ખેંચીને લઈ ગઈ, મૃતકનાં પિતાએ કહ્યું- અહીંથી જ અમારી શંકા વધુ ઘેરાઈ
    Next Article
    ભરૂચમાં મોહરમ નિમિત્તે કલાત્મક તાજીયાના જુલુસ:ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ ઉજવણી સંપન્ન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment