Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોઠારીયા રોડ મર્ડર કેસ:નામચીન દોલુભા સોલંકીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી

    2 days ago

    રાજકોટના કોઠારીયા રોડ પર સરાજાહેર થયેલા હાર્મીશ ગજેરા નામના યુવાનના ચકચારી ખૂન કેસના મુખ્ય આરોપી અને 14 જેટલા કેસનો ગુનાહિત ઇતિહાસ ધરાવતા નામચીન દોલતસિંહ ઉર્ફે દોલુભા ભાવસિંહ સોલંકીની માનવતાના ધોરણે વચગાળાના જામીન પર મુક્ત થવાની અરજી રાજકોટના મહેરબાન એડિશનલ સેશન્સ જજે ફગાવી દીધી છે. આરોપીએ પિતાની બીમારીનું બહાનું આગળ ધરીને જામીન મેળવવા હવાતિયાં માર્યા હતા, પરંતુ તેઓ ધંધાના સ્થળે કામ કરતા હોવાના ઇલેક્ટ્રોનિક પુરાવા કોર્ટ સમક્ષ આવતા અદાલતે જામીન આપવાનો સાફ ઇનકાર કર્યો છે. આ કેસની વિગત એવી છે કે કોઠારીયા મેઇન રોડ પર આવેલી ખોડીયાર હોટેલના કોમ્પ્લેક્સના પાર્કિંગમાં આરોપી દોલુભા સોલંકીએ ડેલો બનાવેલો હતો. આ જગ્યા પર ઊભા રહેવા જેવી નજીવી બાબતે ઝઘડો કરીને આરોપીએ ગીતાંજલી પાર્કમાં રહેતા રાધિક હંસરાજભાઈ ગજેરાના 28 વર્ષીય ભાઈ હાર્મીશ ગજેરા પર છરી વડે આડેધડ હુમલો કરી હત્યા નિપજાવી હતી. આ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 30-11-2024ના રોજ ગુનો નોંધાયો હતો. આરોપીએ અગાઉ પણ પિતાની સારવારના બહાને સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાં જામીન મેળવવા પ્રયાસો કર્યા હતા, જે નામંજૂર થયા હતા. ત્યારબાદ ફરીથી ચોટીલાના કૈલાશ હોસ્પિટલના એમ.બી.બી.એસ. ડૉક્ટરનું તા.7-6-2026નું સર્ટિફિકેટ રજૂ કરી માનવતાના ધોરણે 30 દિવસના જામીન માગ્યા હતા. આ કેસના હિયરીંગ દરમિયાન ફરિયાદી પક્ષના ધારાશાસ્ત્રી સુરેશ ફળદુએ એવી રજૂઆત કરી હતી કે કેસની ટ્રાયલ શરૂ થઈ ચૂકી છે અને આગામી મુદતે ગુનાના નજરે જોનાર મુખ્ય સાક્ષીની જુબાની લેવાની છે. આવા સમયે ૧૪ ગુનાનો ઇતિહાસ ધરાવતા આરોપીને મુક્ત કરવાથી સાક્ષીઓ પર દબાણ, ભય અને પુરાવા સાથે છેડછાડ થવાની પૂરેપૂરી દહેશત છે. આમ, મેડિકલ પુરાવાઓથી પણ આરોપીની જામીન અરજીને કોઈ સમર્થન મળતું ન હોવાનું અને અરજીનું કોઈ વ્યાજબી કારણ ન હોવાનું નોંધીને અદાલતે આરોપી દોલુભાની જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં 20 હજાર લોકો સાથે શાંતિપૂર્ણ તાજીયાનું જુલુસ:કોઈ હથિયાર કે ઘોંઘાટ વિના નીકળ્યું, ઇતિહાસ રચાયો
    Next Article
    Bengaluru Labourer Dies Of Electrocution During Metro Work

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment