Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    13 બોગસ શિક્ષકોને છાવરવા 10 લાખની લાંચ આપવાનો પ્રયાસ:​જૂનાગઢની નોબેલ આયુર્વેદિક કોલેજના ટ્રસ્ટી અને પ્રોફેસર સામે દિલ્હી CBIમાં ગુનો નોંધાયો

    2 days ago

    સમાજ અને લોકોને મોટીવેટ કરતા નોબેલ યુનિવર્સિટીના એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ પોતાની યુનિવર્સિટી હેઠળ આવતી કોલેજના સ્ટાફને મોટીવેટ કરવામાં જ ખામી રાખી ગયા હોય તેવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢ સ્થિત નોબેલ આયુર્વેદિક કોલેજમાં કાગળ પર દર્શાવાયેલા 13 બોગસ શિક્ષકોને કાયદેસર ઠેરવવા અને સકારાત્મક ચકાસણી રિપોર્ટ મેળવવા માટે ₹10 લાખની લાંચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટી પ્રતીક મોરી અને પ્રોફેસર ડૉ. અભય નાલવડે સામે ગુનો નોંધાયો CBI, દિલ્હી દ્વારા જૂનાગઢની નોબેલ આયુર્વેદિક કોલેજના ટ્રસ્ટી પ્રતીક મોરી અને પ્રોફેસર ડૉ. અભય નાલવડે વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં BNS અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનાહિત ષડયંત્ર રચવા અને સરકારી કર્મચારીને લાંચ ઓફર કરવાનો ગુનો દાખલ કરાયો છે. આ કેસની વિગતવાર તપાસ સીબીઆઈના ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી છે. હીયરિંગ કમિટીના સભ્યને લાંચની ઓફર નેશનલ કમિશન ફોર ઈન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (NCISM), નવી દિલ્હીની હીયરિંગ કમિટીના સભ્ય અને લખનૌની આયુર્વેદિક કોલેજના પ્રિન્સિપાલ ડૉ. રૂપાલી આર. મહાડીકને નોબેલ આયુર્વેદિક કોલેજના 13 ફેકલ્ટી સભ્યોની તપાસની જવાબદારી સોંપાઈ હતી. આ તમામ શિક્ષકો માત્ર કાગળ પર જ દર્શાવાયેલા હોવાની શંકા હતી. 10 લાખની રકમ ચૂકવવાની ઓફર આપી હતી ​તપાસ દરમિયાન પ્રોફેસર ડૉ. અભય નાલવડેએ વોટ્સએપ કોલ કરીને બોગસ શિક્ષકોના પક્ષમાં રિપોર્ટ આપવા માટે લાંચની ઓફર કરી હતી. ત્યારબાદ તા. 20 ઓગસ્ટના રોજ વોટ્સએપ કોલ દરમિયાન કોલેજના ટ્રસ્ટી પ્રતીક મોરીએ પણ વાતચીત કરી હતી અને 13 શિક્ષકોના નામો ક્લિયર કરી સાનુકૂળ રિપોર્ટ આપવાના બદલામાં ₹10 લાખની રકમ ચૂકવવાની ઓફર આપી હતી. ​પુરાવા એકઠા કરી લેખિત ફરિયાદ કરાઈ લાંચની ઓફર મળતા જ ડૉ. રૂપાલી મહાડીકે NCISMના પ્રમુખ ડૉ. મુકુલ પટેલને જાણ કરી હતી. ડૉ. મુકુલ પટેલે તેમને આરોપીઓના સંપર્કમાં રહીને વધુ પુરાવા અને કોલ રેકોર્ડિંગ એકઠા કરવાની સૂચના આપી હતી. પૂરતા પુરાવા મળ્યા બાદ ડૉ. રૂપાલી મહાડીકે સીબીઆઈ, નવી દિલ્હી ખાતે લેખિત ફરિયાદ સોંપી હતી. સીબીઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલી ખાનગી ચકાસણીમાં લાંચની ઓફરનું સત્ય સામે આવતા આખરે ગુનો નોંધવામાં આવ્યો હતો. સીબીઆઈના એસપી આઈ. બી. પેન્ધારીના જણાવ્યા મુજબ, નોબેલ આયુર્વેદિક કોલેજના ટ્રસ્ટી પ્રતીક મોરી અને પ્રોફેસર ડૉ. અભય નાલવડે સામે ફોન કોલના પુરાવાના આધારે FIR નોંધવામાં આવી છે. વાઇસ પ્રેસિડેન્ટ કોલ રિસીવ ન કરીને મૌન ધારણ કર્યું ​બીજી તરફ, આટલા મોટા કૌભાંડ અને સીબીઆઈ કાર્યવાહી બાદ યુનિવર્સિટી પ્રશાસનમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ અંગે નોબેલ યુનિવર્સિટીના વાઇસ ચેરમેન ગિરીશ કોટેચા અને એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ પાર્થ કોટેચા સાથે વાત કરવાનો વારંવાર પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ બંને હોદ્દેદારોએ કોલ રિસીવ ન કરીને સમગ્ર મામલે મૌન ધારણ કરી લીધું છે
    Click here to Read More
    Previous Article
    CM શિવકુમાર બોલ્યા- કર્ણાટકમાં આખું વંદે માતરમ ગાવામાં નહીં આવે:કોંગ્રેસના નિર્ણય પર કાયમ રહીશું, ભાજપ તુષ્ટિકરણની રાજનીતિ કરે છે
    Next Article
    રાજકોટની સ્વામિનારાયણ કન્યા ગુરુકુલની વિદ્યાર્થિનીઓએ વેસ્ટમાંથી અદભુત રાખડી બનાવી:વસંત લીંબાસીયા દાનમાં આપેલી જમીન બદલ ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીને રાખડી અર્પણ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment