Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોલા અષ્ટમંગલ મહાદેવ મંદિરે શ્રાવણમાં ભક્તિમય માહોલ:ભોળાનાથને ફૂલોનો શણગાર, મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટ્યા

    9 hours ago

    અમદાવાદના સોલા સ્થિત અષ્ટમંગલ મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શ્રાવણના બીજા સોમવારે ભોળાનાથને ફૂલોનો ભવ્ય શણગાર કરાયો હતો, જેના દર્શન માટે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા. શ્રાવણના સોમવાર ઉપરાંત જન્માષ્ટમી, રક્ષાબંધન અને શ્રાવણ અમાસ જેવા પવિત્ર દિવસોએ પણ વિશેષ પૂજા, મહાઆરતી અને દૂધ અભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ભક્તો માટે વિશેષ દર્શનની વ્યવસ્થા કરાતા શિવભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ભવ્ય કલા-કોતરણી ધરાવતા આ નયનરમ્ય શિવાલયમાં 11 ફૂટ ઊંચું શિવલિંગ રોશનીથી ઝળહળી ઉઠે છે. શ્રાવણ માસ દરમિયાન દરરોજ મહાદેવના વિવિધ શણગાર કરવામાં આવે છે. મહિલાઓ દ્વારા ભજન-કીર્તનનું આયોજન થાય છે, જ્યારે સવાર-સાંજ કર્ણપ્રિય સંગીત સાથે યોજાતી આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી ધન્યતા અનુભવે છે. મંદિરમાં વિદ્વાન પંડિતોની ટીમ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિ-વિધાન અને પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. મહાદેવ પ્રત્યે આસ્થા ધરાવતા હજારો શ્રદ્ધાળુઓ શિવજીના ચરણોમાં શીશ ઝુકાવી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરી રહ્યા છે. શ્રાવણ મહોત્સવના આયોજનમાં યુવાનો પણ ઉત્સાહપૂર્વક યોગદાન આપી રહ્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આસપાસના વિસ્તારોના શિવભક્તોને શ્રાવણ મહોત્સવમાં ઉપસ્થિત રહી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા અપીલ કરાઈ છે. આમ, સોલા અષ્ટમંગલ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન ભક્તિ, આસ્થા અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ જિલ્લામાં ઇદે મિલાદુન્નબીની ઉજવણી:હજારો મુસ્લિમ બિરાદરો જુલૂસમાં જોડાયા, કોમી એકતાના દર્શન
    Next Article
    વડોદરામાં ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો:પ્રોમીલા ક્લિનિકમાં LCB ઝોન 2ની રેડમાં કફ સિરપ, 162 ઇન્જેક્શન સહિત 1.18 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત, 10 પાસ બોગસ ડોક્ટર 15 વર્ષથી લોકોના આરોગ્ય સાથે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment