Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ જિલ્લામાં ઇદે મિલાદુન્નબીની ઉજવણી:હજારો મુસ્લિમ બિરાદરો જુલૂસમાં જોડાયા, કોમી એકતાના દર્શન

    10 hours ago

    પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઇદે મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી હતી. હઝરત મુહમ્મદ સાહેબના જન્મદિન નિમિત્તે હજારો મુસ્લિમ બિરાદરો જુલૂસમાં જોડાયા હતા. આ ઉજવણી દરમિયાન કોમી એકતાનું વાતાવરણ જોવા મળ્યું હતું. સમી, સિદ્ધપુર, રાધનપુર, વારાહી, સિધાડા, સાંતલપુર, વડાવલી, ટાકોદી અને કાકોશી સહિતના વિસ્તારોમાં પણ ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. વહેલી સવારે મસ્જિદોમાં મિલાદ શરીફ અને સલાતો-સલામ પઢવામાં આવ્યા હતા. ત્યારબાદ બાલ મુબારક અને કદમ મુબારકના દર્શન યોજાયા હતા. સમગ્ર વિશ્વને સદભાવના, એકતા, શાંતિ અને સ્ત્રી સન્માનનો સંદેશો આપનાર ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મુહમ્મદ મુસ્તુફા સાહેબ (સ.અ.વ.)ના જન્મદિન નિમિત્તે આયોજન કરાયું હતું. પાટણમાં ઇકબાલચોક યંગ કમિટી દ્વારા ઇકબાલચોક ખાતેથી પરંપરાગત રીતે ભવ્ય જુલૂસ શહેરના રાજમાર્ગો પર નીકળ્યું હતું. આ જુલૂસમાં બોકરવાડા, ટાંકવાડા અને કાજીવાડાના જુલૂસ પણ જોડાયા હતા. "સરકાર કી આમદ મરહબા", "નારા એ તકબીર અલ્લાહો અકબર", "નારા એ રીસાલત યા રસુલ્લાહ" અને "નારાએ હૈદરી યા અલી" જેવા નારા ગુંજી ઉઠ્યા હતા. જુલૂસ ટાંકવાડા 4 રસ્તા, મુલ્લાવાડ, લોટેશ્વર ચોક, પીંડારીયાવાડા, પીંજારકોટ, હજરત ગંજશહીદપીરની દરગાહ, બુકડી અને પાંચપાડા થઈને પરત ફર્યું હતું. જુલૂસમાં ગુંબદે ખિજરા અને મસ્જિદે નબવીની કલાકૃતિવાળી ભવ્ય પ્રતિકૃતિઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. લોકોએ આ પ્રતિકૃતિઓના દર્શન કર્યા હતા. જુલૂસમાં સામેલ લોકો હાથમાં ઝંડાઓ સાથે જોડાયા હતા, જ્યારે ઊંટલારીઓમાં સવાર નાના બાળકો પણ હાથમાં ઝંડા ફરકાવતા જોવા મળ્યા હતા. જુલૂસના માર્ગ પર ઠેર ઠેર ન્યાઝ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને શ્રદ્ધાળુઓએ ગુંબદે ખિજરા ઉપર પુષ્પવર્ષા કરી હતી. શહેરના મોટા ટાંકવાડા પાસે હિન્દુ-મુસ્લિમ રાજકીય અને સામાજિક આગેવાનોએ જુલૂસનું સ્વાગત કરીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે દાઉદ કાઝી અને ભૂરા ભાઈ સૈયદે ઇદે મિલાદુન્નબીના જુલૂસનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમના અંતે મૌલાના જલાલુદ્દીન હસ્મતીએ દુઆ કરાવી હતી.
    Click here to Read More
    Previous Article
    કુમકુમ મંદિરે ભગવાનને કલાત્મક હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા:શ્રાવણ વદ બીજ સુધી ચાલશે ઉત્સવ, ભક્તો દર્શનનો લાભ લેશે
    Next Article
    સોલા અષ્ટમંગલ મહાદેવ મંદિરે શ્રાવણમાં ભક્તિમય માહોલ:ભોળાનાથને ફૂલોનો શણગાર, મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment